વર્ષનો પહેલો પ્રદોષ વ્રત 9 જાન્યુઆરી એટલે કે આજે રાખવામાં આવશે. આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજાથી ભક્તોને મનવાંછિત ફળ મળે છે.
વર્ષ 2014નો પહેલો પ્રદોષ 9 જાન્યુઆરી એટલે કે આજે રાખવામાં આવશે. આ દિવસ ભગવાન શિવજીને સમર્પિત છે. હિંદૂ પંચાગ અનુસાર પ્રત્યેક માસમાં કૃષ્ણપક્ષ અને શુક્લ પક્ષની ત્રયોદશી તિથિ અને પ્રદોષનું વ્રત રાખવામાં આવે છે. આ દિવસ શાસ્ત્રોમાં શુભ માનવામાં આવે છે. આ દરમિયાન ભક્ત ઉપવાસ રાખે છે અને ભગવાન શિવનું પૂજન કરે છે. જો કે આ તહેવારને દેશનાં દક્ષિણી ભાગોમાં પ્રદોષમનાં નામે ઓળખવામાં આવે છે. તેવામાં જે સાધક આ દિવસે માતા પાર્વતી અને શિવજીની આરાધના કરે છે તેમની ઉપર ભગવાન હંમેશા પ્રસન્ન રહે છે.
- Advertisement -
પ્રદોષ વ્રતનું મહત્વ
આ વર્ષનો પહેલો પ્રદોષ વ્રત આજ રોજ છે જેને ભૌમ પ્રદોષનાં નામે પણ ઓળખવામાં આવે છે. આ શુભ દિવસે સમર્પણ અને ભક્તિની સાથે ભગવાન શિવ અને દેવી પાર્વતીનું પૂજન કરવાથી ભક્તોની ઈચ્છાઓ પૂર્ણ થાય છે. ભૌમ પ્રદોષ વ્રત પર દેવતાઓનું પૂજન કરવાથી સૌભાગ્ય, સમૃદ્ધિ અને સુખાકારી આવે છે. કેટલાક ભક્તો આ દિવસે નટરાજસ્વરૂપ ભગવાન શિવનું પૂજન કરે છે.
માન્યતા અનુસાર આ વ્રત કર્યા બાદ માતા પાર્વતીએ ભગવાન શિવ પામ્યા હતાં. તેથી આ વ્રતને રાખવાથી ઘર સહિત સમગ્ર પ્રકારની સુખાકારી અને મનવાંછિત ફળ પ્રાપ્ત થાય છે. અને આ વ્રત માટે સાંજનાં સમયે ભગવાન શિવનું વિશેષ પૂજન કરવામાં આવે છે.
શુભ મુહૂર્ત
પંચાગ અનુસાર પૌષ મહિનાનાં કૃષ્ણ પક્ષની ત્રયોદષી તિથિ 8 જાન્યુઆરી રાત્રે 11.26થી જ શરૂ થઈ જાય છે. અને 9 જાન્યુઆરી રાત્રે 10.18 સુધી રહે છે. પ્રદોષ સમયમાં જ શિવજીનું પૂજન કરવામાં આવે છે તેથી 9 જાન્યુઆરીનાં રોજ વ્રત રાખવામાં આવશે. આજે સાંજે 5.13 વાગ્યાથી લઈને રાભે 8 વાગ્યા સુધી ભગવાન શિવનું પૂજન કરવાનો શુભ મુહૂર્ત છે.
- Advertisement -
શું છે નિયમો?
પ્રદોષ વ્રત પર ભગવાન શિવનું પૂજન કરવા માટે સાંજનો સમય સૌથી સારો માનવામાં આવે છે. તેથી શિવ ભક્તોને ભૌમ પ્રદોષનાં દિવસે સવારે જલ્દી ઊઠીને પવિત્ર સ્નાન કરવું જોઈએ. આ બાદ મંદિરને સાફ કરવું અને શિવ પરિવારની પ્રતિમા સ્થાપિત કરવી. દીવો પ્રગટાવી, ભગવાનને ફૂલ, મિઠાઈ અને ફળ અર્પિત કરવા. શિવ મંત્રોનો જાપ કરવો. આરતીની સાથે પૂજાનું સમાપન કરવું અને અંતમાં શંખનાદ કરવો. આ બાદ ભક્ત સાત્વિક ભોજનથી પોતાનો વ્રત ખોલી શકે છે.