ગાંગુલીનો જન્મ 8 જુલાઇના 1972 ના રોજ પશ્ચિમ બંગાળની રાજધાની કોલકતામાં થયો હતો. એમની કૅપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયા 2003ના વનડે વર્લ્ડ કપના ફાઇનલમાં પંહોચી હતી.
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને હાલના સમયમાં બીસીસીઆઈના અધ્યક્ષ સૌરવ ગાંગુલી આજે તેનો 50 મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. ગાંગુલીનો જન્મ આજના દિવસે એટલે કે 8 જુલાઇના 1972 ના રોજ પશ્ચિમ બંગાળની રાજધાની કોલકતામાં થયો હતો. સૌરવ ગાંગુલીના પિતાનું નામ ચંડીદાસ અને માતાનું નામ નિરૂપા ગાંગુલી છે અને આ સિવાય એમના પરિવામાં તેમણાં મોટાં ભાઈ સ્નેહાશિષ ગાંગુલી અને તેમણી પત્ની અને તેમણી એક દીકરી છે. સૌરવ ગાંગુલીના પિતા એક સફળ બીઝનેસમેન હતા. સૌરવ ગાંગુલી અંદર 19 ક્રિકેટ થી લઈને સિનિયર ટીમ સુધી તેમના ક્રિકેટ રમીને નામ કમાયું છે. એમની કૅપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયા 2003ના વનડે વર્લ્ડ કપના ફાઇનલમાં પંહોચી હતી. જો કે એ સમયે એમનો કોચ ગ્રેગ ચૈપલ સાથે થોડી બોલાચાલી થઈ ગઈ હતી જેને કારણે તેઓ ટીમમાંથી બહાર થઈ ગયા હતા.
- Advertisement -
સૌરવ ગાંગુલી તેમના તીખા અંદાજને કારણે આજે પણ ઘણા જાણીતા છે અને આજે અમે તમને એવા જ 5 કિસ્સા વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે જોઈને લોકો ચોંકી ગયા હતા.
1- સાથી ખેલાડીને દૂર ભગાવી મૂક્યા –
વર્ષ 2002 માં જ્યારે ભારતીય ટીમ જીમ્બાબેવ પ્રવાસ પર હતી ત્યારે વિપક્ષી ટીમને જીતવા માટે 275 રનનો ટાર્ગેટ મળ્યો હતો. સામેની ટીમનો ખેલાડી સારા ફોમમાં રમતો હતો ત્યારે એમને 4 બોલમાં 5 રનની જરૂર હતી અને એક વિકેટ બચી હતી. એ સમયે સામેની ટીમના ખેલાડી માટે એમના બીજા સાથી પાણી લઈને આવ્યા અને પાણી આપવાની જગ્યાએ આગળની રણનીતિ વિશે ચર્ચા કરીને સમજાવવા લાગ્યા હતા ત્યારે ગાંગુલીને ગુસ્સો આવ્યો અને એમને બેટિંગ કરતાં બંને ખેલાડીઓને દૂર ઊભા રાખી દીધા હતા.
- Advertisement -
View this post on Instagram
2- અર્નાલ્ડને આખા મેચમાં કર્યો પરેશાન
વર્ષ 2002માં ચેમ્પિયનશિપના ફાઇનલ મુકાબલામાં ભારત અને શ્રીલંકા વચ્ચે મેચ ચાલી રહ્યો હતો ત્યારે ખેલાડી રસેલ અર્નાલ્ડ એ લેટ કટ લગાવીને વિકેટની વચ્ચેથી દોડવા લાગ્યા હતા અને ગાંગુલીને એમની આ હરકત પર ગુસ્સો આવ્યો અને એ પછી ગાંગુલી અને અર્નાલ્ડ વચ્ચે બોલાચાલી થઈ હતી અને એ પછી મેચના અંત સુધી ગાંગુલી વાતો કરી કરીને અર્નાલ્ડનું ધ્યાન ભટકાવતા રહ્યા હતા.
View this post on Instagram
3. લોર્ડ્સમાં શર્ટ ઉતારીને જશ્ન મનાવ્યો હતો
નેટવેસ્ટ સિરિજન ફાઇનલ મુકાબલામાં જ્યારે ભારતીય ટીમે બે વિકેટથી મેચ એમના નામે કરી લીધી હતી ત્યારે ગાંગુલી એમની જર્સી ઉતારીને જીતનો જશ્ન મનાવ્યો હતો. એ સમયે ગાંગુલીએ કહ્યું હતું કે એમને આ નહતું કરવું પણ ઇંગ્લિશ ટીમના ખેલાડીએ ભારતની સામે જીત મેળવીને આવી હરકત કરી હરિ અને મી એમણે આ રીતે જીત મેળવીને જવાબ આપ્યો.
View this post on Instagram
4. સમયનું ધ્યાન રાખ મિત્ર
2005 માં પાકિસ્તાન સામે મેચ રમતી સમયે ત્યાંનાં એક ખેલાડીને ખેલ વચ્ચે કોણીમાં ઘા લગતા લોહી વહેવા લાગ્યું હતું એ સમયે ઘણા સમય સુધી મેચ અટકી ગયો હતો અને ગાંગુલીએ પ્રેમથી એમણે કહી દીધું હતું કે, ‘ હું એમ નથી કહેતો કે તમે તમે જાણી જોઈને આ કર્યું છે પણ સમયનું ધ્યાન રાખો અને મેચમાં બધા ખેલાડીઓ રાહ જોઈને ઊભા છે.
5. ટૉસ માટે ઓસ્ટ્રેલીયાના ખેલાડીને રાહ જોવડાવી હતી –
વર્ષ 2001માં ઓસ્ટ્રેલીયાની ટીમ ભારત આવી હતી એ સમયે ઓસ્ટ્રેલીયાના કેપ્ટન ટૉસ માટે મેદાન પર આવી ગયા હતા પણ ગાંગુલી જણીજોઈને થોડા મોડા આવ્યા અને એ પાછળ એમણે કારણ જણાવ્યું હતું કે એ ઓસ્ટ્રેલીયાને સબક શિખાડવા માંગતા હતા કારણકે એક સમયે ઓસ્ટ્રેલીયાના કોચે ભારતના ખેલાડી સાથે અશિષ્ટ વર્તન કર્યું હતું.