કોરોના મહામારીના સંક્રમણથી શહેરીજનોને બચાવવા સતત સક્રિય રહેલા
1991ની બેચના IPS અધિકારી મનોજ અગ્રવાલને મળેલી રહેલી ઠેર-ઠેરથી શુભકામનાઓ
ખાસ-ખબર સંવાદદાતા
શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલનો આજે જન્મદિવસ છે. 1991ની બેચના સિનિયર આઇપીએસ અગ્રવાલ ટેકનોસેવી ઓફિસર તરીકે જાણીતા છે. 28-9-1965ના રોજ ઉત્તરપ્રદેશમાં તેમનો જન્મ થયો. તેમણે બી.ટેક., એમ.ટેક., જેવી ટેકનિકલ ડિગ્રી સાથે સાયબર સોસાયટીમાં ડિપ્લોમા પણ કર્યુ છે.
દાહોદ ખાતે એસપી, ગોધરા કચ્છ સહિતના સ્થળોએ ફરજ બજાવી ચુકેલા અગ્રવાલે રિટાયર્ડ ડીજી અને પાવરફુલ આઇપીએસ કે.આર. કૌશિક તથા સીબીઆઈના એડીશનલ ડિરેકટર પ્રવિણ સિન્હા પાસે વિશેષ તાલીમ મેળવી છે. તેમના માર્ગદર્શનમાં તૈયાર થયેલી ખાસ એપ્લિકેશનની નોંધ દિલ્હી સુધી લેવાઇ ચુકી છે. તેમજ આ સફળ કામગીરી બદલ એવોર્ડ પણ મળ્યો હતો.
- Advertisement -
સ્વભાવમાં સોમ્ય એવા શહેરના લોકલાડીલા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ હાલની કોરોના મહામારીમાં લોકોને કોરોનાના સંક્રમણથી બચાવી શકાય તે માટે સરકારની માર્ગદર્શિકાનું પાલન કરાવવા તેઓ સતત હિમાયતી
રહ્યા છે.
લોકો માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોનું પાલન કરે તે માટે તઓ સમયાંતરે અપિલ-અનુરોધ કરતાં રહે છે અને સાથોસાથ જે લોકો કાયદાને માન નથી આપતાં તેની સામે કાયદેસરની કાર્યવાહી પણ કરાવી રહ્યા છે. તેમના જન્મદિને ઠેર-ઠેરથી શુભકામનાઓ મળી રહી છે.