ચૈત્રી નવરાત્રીનો આઠમો દિવસ ખૂબ જ ખાસ હોય છે. કહેવાય છે કે જો આ દિવસે અમુક ખાસ ઉપાય કરી લેવામાં આવે તો વ્યક્તિના જીવનના બધા કષ્ટ દૂર થઈ શકે છે. જાણો શું છે ઉપાય.
નવરાત્રીનો આઠમો દિવસ ખૂબ જ ખાસ હોય છે. આ દિવસે માતા દુર્ગાના મહાગૌરી સ્વરૂપની પૂજા-અર્ચના કરવામાં આવે છે. નવરાત્રીની અષ્ટમી મહાઅષ્ટમી, દુર્ગા અષ્ટમી અને નવરાત્રી અષ્ટમીના નામથી જાણવામાં આવે છે.
- Advertisement -
કહેવાય છે કે આ દિવસે જે વ્યક્તિ માતાની સાચ્ચા દિલથી ઉપાસના કરે છે તેનાથી જીવનના બધા કષ્ટ દૂર થઈ જાય છે. આ વખત ચૈત્ર મહાઅષ્ટમી 29 માર્ચે છે. જાણો નવરાત્રી મહાઅષ્ટમી પર કયા ઉપાયો કરવાથી તમારી બધી અધૂરી ઈચ્છાઓ પુરી થઈ જશે.
આઠમાં દિવસે કરો મહાગૌરીની પૂજા
નવરાત્રીના આઠમાં દિવસે માહાગૌરીની પૂજા અર્ચના કરવાથી વ્યક્તિના જીવનની બધી સમસ્યાઓનો અંત થઈ જાય છે. તેમની પૂજા રાતના સમયે કરવી ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે.
કહેવાય છે કે જે ભક્ત રાત્રે માતા ગૌરીના મંત્રોનો જાપ કરે છે તેમની દરેક અધૂરી ઈચ્છાઓ પુરી થઈ જાય છે. નવરાત્રી અષ્ટમી પર માતાના મંત્રની સાથે જ દુર્ગા સપ્તસતીના પાઠની પૂજા પણ જરૂર કરો. તેનાથી માતાનો આશીર્વાદ તરત જ પ્રાપ્ત થઈ જાય છે.
- Advertisement -
રાત્રે 9થી 12 વાગ્યા સુધી કરો મહાગૌરીના મંત્રનો જાપ
મહાઅષ્ટમીના દિવસે ખાસ રીતે રાત્રે લગભગ 9 વાગ્યાથી 12 વાગ્યાની વચ્ચે મહાગૌરીના મંત્રોનો વિધિ પૂર્વક જાપ કરવાથી માતાજીની ખાસ કૃપા પ્રાપ્ત થાય છે. નવરાત્રીની અષ્ટમી તિથિ પર રાતના આ સમયે મહાગૌરીની પૂજા જરૂર કરો.
તેના સામે ઘીનો દિવો કરો અને તેમના સિદ્ધ મંત્રોનો ઓછામાં ઓછા 151 વખત જાપ કરો. કહેવાય છે કે આમ કરવાથી વ્યક્તિની અધૂરી ઈચ્છાઓ પુરૂ થઈ જાય છે. જાણો માતાજીના આ ચમત્કારી મંત્રો વિશે.
ॐ हींग डुंग दुर्गायै नमः
ॐ अंग हींग क्लीं चामुण्डाय विच्चे
सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके। शरण्ये त्रयंबके गौरी नारायणी नमोस्तुते।
નવરાત્રી અષ્ટમી હવન મંત્ર વિધિ
આ સાથે નવરાત્રી પર અષ્ટમી પર કન્યા પૂજન કરવાનું પણ ખાસ મહત્વ જણાવવામાં આવ્યું છે. એવામાં આ દિવસે જેટલી કન્યાઓને બની શકે ભોજન જરૂર કરવો. સાથે જ તેમના ચરણ સ્પર્શ કરી તેમના આશીર્વાદ પણ જરૂર લો.