– દર વર્ષ 24 જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવે છે
કોઇ સમાજના વિકસિત હોવા માટે ત્યાં છોકરીઓનું સક્ષમ હોવું જરૂર છે. જો છોકરીઓ સક્ષમ હશે તો આવનારી પેઢી વધારે સારી હશે. છોકરીઓને સારા વાતવરણમાં આગળ વધવા માટે સરકાર કેટલીય યોજનાઓ ચલાવી રહી છે. જેની અસર સમાજમાં જોવા મળે છે. આ દરેક ક્ષેત્રમાં મહિલાઓ પુરૂષોની સાથે ખભેથી ખભો મેળવીને આગળ વધી રહી છે. જો કે પુરૂષપ્રધાન સમાજમાં હજુ પણ કેટલીક કન્યાઓને સામાન્ય અધિકારો અને સુવિધાઓથી વંચિત રહેવું પડે છે. ભ્રૂણ હત્યા, બાળ વિવાહ, દહેજ પ્રથા જેવા કુરિવાજોના કારણે પણ કેટલીક છોકરીઓ આગળ વધી શકી નથી.
- Advertisement -
આ છોકરીઓ સામે થતા અત્યાચારો અને સમાજમાં તેમને પ્રથમ સ્થઆન મળે તેવા ઉદેશ્ય સાથે દર વર્ષ 24 જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય કન્યા બાળ દિવસ મનાવવામાં આવે છે. વર્ષ 2009માં રાષ્ટ્રીય કન્યા બાળ દિવસ મનાવવાની શરૂઆત થઇ હતી. ત્યારથી દર વર્ષ આ દિવસ બાળ કન્યાઓને સમર્પિત છે.
ઇન્દિરા ગાંધી સાથે જોડાયેલી છે રાષ્ટ્રીય કન્યા બાળ દિવસનો ઇતિહાસ
કન્યા બાળ દિવસનો ઇતિહાસ દેશની પહેલી વડાપ્રધાન ઇન્દિરા ગાંધી સાથે જોડાયેલો છે. વર્ષ 1966માં જયારે ઇન્દિરા ગાંધી પહેલીવાર દેશના વડાપ્રધાન બન્યા ત્યારે તેમનો ઉદેશ્ય શપથ ગ્રહણ સમારોહ 24 ફેબ્રુઆરીના રોજ યોજાયો હતો. આ દિવસ ભારતના ઇતિહાસમાં મહિલાઓના સશક્તિકરણ માટે મહત્વનો ગણાય છે. આ દિવસ યાદગાર બનાવવા માટે રાષ્ટ્રીય કન્યા બાળ દિવસ 24 ફેબ્રુઆરીના રોજ મનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો.
બાળ કન્યાઓના વિકાસમાં યૂનિસેફની ભૂમિકા
યૂનિસેફ બાળકો, યુવાનો અને ગર્ભવતી સ્ત્રીઓ માટે કાર્ય કરનારી આતંરરાષ્ટ્રીય સંસ્થા છે. ભારતમાં બાળ કિશોરીઓની સ્થિતિને મજબૂત કરવા અને તેને આત્મનિર્ભર બનાવવા માટે સરકારની કિલકારી યોજનામાં યૂનિસેફની મહત્વની ભૂમિકા છે. આ યોજના હેઠળ કેટલીય બાળ કન્યાઓને પોતાના સપના પૂરા કરવા માટે કરિયર બનાવવાનો અવસર મળે છે. આ સિવાય ગર્ભવતી મહિલાઓના સ્વાસ્થ્ય માટે પણ યૂનિસેફ કાર્ય કરી રહ્યું છે, સાથે જ બાળ વિવાહ જેવા કુ-રિવાજોને સમાપ્ત કરવાની દિશામાં જાગૃતતા ફેલાવવાના કાર્યક્રમ કરી રહ્યું છે.
- Advertisement -