આજે અનંત ચતુર્દશીના દિવસે ગણપતિ વિસર્જન પણ છે. એવામાં ધાર્મિક માન્યતા અનુસાર, વ્રત રાખનારા લોકો માટે કેટલીક બાબતો વર્જિત છે. જો આ ભુલ કરવામાં આવે તો જીવનમાં અનેક કષ્ટનો સામનો કરવો પડી શકે છે.
આજે એટલે કે, 6 સપ્ટેમ્બરે અનંત ચતુર્દશી છે. આજે ભગવાન વિષ્ણુની પૂજા કરવાનો નિયમ છે. જો તમે આ દિવસે ઉપવાસ રાખો અને ભગવાન વિષ્ણુની પૂજા કરો તો જીવનની દરેક મુશ્કેલીઓનો અંત આવે છે અને ભગવાન વિષ્ણુનો હંમેશા તમારા પર આશીર્વાદ રહે છે. દર વર્ષે ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની ચતુર્દશી પર અનંત ચતુર્દશી ઉજવાય છે.
- Advertisement -
આ વર્ષે ગણપતિ વિસર્જન અને અનંત ચતુર્દશી 6 સપ્ટેમ્બરના રોજ છે. જ્યારે અનંત ચતુર્દશી પર ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે, ત્યારે ગણપતિ વિસર્જન પર લોકો બાપ્પાની મૂર્તિનું વિસર્જન કરે છે. અનંત ચતુર્દશી અને ગણપતિ વિસર્જન પર શનિવારનો દુર્લભ સંયોગ હોવાથી આ દિવસે ભોજનમાં કેટલાક નિયમોનું પાલન કરવું જરૂરી છે. જેમાં સફેદ રંગની કેટલીક વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ, કારણ કે તે ઉપવાસની પવિત્રતાનો ભંગ કરી શકે છે. ચાલો જાણીએ કે, આ દિવસે કયા કામો ના કરવા જોઈએ.
ગણેશ વિસર્જનમાં આ ભૂલ ન કરો
દહીં એક સફેદ ખાદ્ય પદાર્થ છે. આ દિવસે દહીં ખાવાથી વ્રતની પવિત્રતા તૂટી જાય છે અને શુભ ફળ પ્રાપ્ત થતા નથી. અનંત ચતુર્દશીના વ્રત દરમિયાન ભૂલથી પણ મીઠું ન ખાવું જોઈએ, કારણ કે તેની પરિવાર પર નકારાત્મક અસર થાય છે. એવી માન્યતા છે કે તેના ખરાબ પરિણામો 14 વર્ષ સુધી ભોગવવા પડે છે. જેમાં ઘરનું સુખ દૂર થઈ જાય છે. રાજા જેવો માણસ પણ ગરીબ બનવાની સ્થિતિમાં આવી જાય છે. ચોખા પણ સફેદ હોય છે. આથી વ્રતના દિવસે તેનું સેવન ન કરવું. માન્યતા છે કે આ દિવસે ચોખા ખાવાથી વ્રતનું ફળ ઘટી જાય છે.
- Advertisement -
આ વસ્તુઓ કેમ છે વર્જિત?
એવી ધાર્મિક માન્યતા છે કે, સફેદ પદાર્થોને ચંદ્ર અને શીતળ ઉર્જાનું પ્રતીક છે. જ્યારે અનંત ચતુર્દશીનો સંબંધ તપ, સંયમ અને વ્રતની કઠોરતા સાથે છે. આ સ્થિતિમાં સફેદ વસ્તુઓનું સેવન કરવાથી ઉપવાસનો પ્રભાવ ઓછો થાય છે અને ઉપવાસ કરનારા જાતકોને તેનો સંપૂર્ણ લાભ નથી મળતો.