શ્રીલંકા સામે ભારતીય ટીમ દરેક પાસામાં મજબૂત
ભારત અને શ્રીલંકા વચ્ચેની સુપર-4 ની આજની મેચ કરો યા મરો વાળી છે. બેમાંથી જે ટીમ અહીં હારી જશે એ ટીમની એશિયા કપ જીતવાની આશાઓ પર પાણી ફરવાનુ છે. કાંતો એ ટીમે અન્ય ટીમોના પરિણામો પર આશાઓ રાખીને પ્રાર્થના કરવી પડશે. આમ તો જોકે ભારતીય ટીમ શઆત થી જ દાવેદાર છે. શ્રીલંકા સામે ભારતીય ટીમ દરેક પાસામાં મજબૂત છે. જોકે ભારતીય ટીમની પ્લેઈંગ ઈલેવન ને લઈ સમસ્યા વર્તાઈ રહી છે. ટીમમાં કેટલીક ભૂલો હજુ પણ જોવા મળી રહી છે. ભારતીય ટીમે પોતાની ભૂલો પર ધ્યાન આપી તેની પર નિયંત્રણ નહીં મેળવ્યુ તો મુશ્કેલીઓમાં વધારો થઈ શકે છે.
- Advertisement -
મિડલ ઓર્ડરના પ્રદર્શનમાં સાતત્ય પણ એક મોટું પરિબળ છે. મધ્યમ ક્રમના ખેલાડીઓએ તેમની જવાબદારીઓને સમજવી પડશે, ખાસ કરીને યારે તેઓ મોટી ટીમો સામે રમતા હોય. અન્યથા 4 સપ્ટેમ્બરે પાકિસ્તાન સામેની મેચમાં પણ આવું જ થશે. બેટિંગમાં માત્ર મિડલ ઓર્ડરની નિષ્ફળતા જોવા મળી હતી, જેના કારણે ભારતનો સ્કોર 200 રનથી આગળ વધી શકયો નહોતો. ભારતીય ટીમના બોલરોએ પણ પોતાની ભૂમિકાને સમજવાની જરૂર છે. યારે બુમરાહ અને શમી જેવા ટીમના સૌથી સિનિયર બોલરો સાથે ન હોય, ત્યારે આ પાઠ ઝડપથી શીખવાની જરૂર છે, કેવી રીતે પ્રદર્શન કરવું અને કેવી રીતે વિકેટ લેવી. આ કારણે કોઈપણ બોલર પર કોઈપણ પ્રકારનું દબાણ જોવા મળશે નહીં.



