સ્વ. પુજીતનાં જન્મદિવસ નિમિત્તે ઝૂપડપટ્ટીમાં વસતા છેવાડાના બાળકો માટે આનંદદાયક કાર્યક્રમ
તમામ રાઇડસની મોજ કરાવ્યા બાદ ભાવતા ભોજન જમાડી છેલ્લે એક ગિફ્ટ અપાઇ હતી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજયભાઈ રૂપાણી પ્રેરિત સ્થાપિત પુજીત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા 8 ઓક્ટોબર 2025, બુધવારના રોજ સવારે 8-45 કલાકે ઝૂપડપટ્ટીમાં વસતા તથા આર્થિકરીતે પછાત અને છેવાડાનાં બાળકો માટે બાળસંગમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જે અંતર્ગત દર વર્ષે 8 ઓક્ટોબર, સ્વ. પુજીતનાં જન્મદિવસ નિમિતે ફનવર્લ્ડ ખાતે રાજકોટનાં ઝૂપડપટ્ટીમાં વસતા આર્થિકરીતે પછાત અને છેવાડાના બાળકો માટે ફનવર્લ્ડની મોજ સ્વરૂપે એક દિવસીય બાળસંગમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં સવારે 8.45 વાગ્યે બાળકોને ફન વર્લ્ડ ખાતે એકત્રિત કરી આ બાળકો માટે રંગારંગ કાર્યક્રમ, રાઇડસની મોજ ત્યારબાદ ભાવતા ભોજન જમાડી અને છેલ્લે એક સરસ ગિફ્ટ આપી બાળકોને એક દિવસ માટે સંપૂર્ણપણે નિર્દોષ મોજ-મસ્તી આનંદ કરાવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં બાળકોને પ્રોત્સાહિત કરવા માટે અને ઉદઘાટક તરીકે દત્તાત્રેયજી હોસબોલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના આદરણીય સરકાર્યવાહ અને રાષ્ટ્રના સુપ્રસિધ્ધ વિચારક-ચિંતકની ગૌરવશાળી વિશેષ ઉપસ્થિતિમાં તેમજ મુખ્ય મહેમાન તરીકે સાંસદ પરસોતમભાઈ રૂપાલા તથા રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા, અંજલિબેન વિજયભાઈ રૂપાણી સહિત અન્ય સામાજિક અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પુજીત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ અંતર્ગત ગરીબ બાળકો, બહેનો તથા આર્થિકરીતે પછાત લોકોનાં ઉત્થાન માટે રાહતદરે મેડિકલ સેન્ટર, જ્ઞાનપ્રબોધિનિ શૈક્ષણિક પ્રકલ્પ તથા અન્ય વિવિધ સેવાકીય પ્રકલ્પો તથા વાર્ષિક કાર્યક્રમો ચલાવવામાં
આવે છે.