સંકષ્ટી ચતુર્થીનું વ્રત 9 ફેબ્રુઆરી 2023ના રોજ એટલે કે આજે રાખવામાં આવશે. માન્યતા અનુસાર મહિલાઓ સુખ, સૌભાગ્ય, સંતાનની સમૃદ્ધિ અને પરિવારના કલ્યાણની કામના સાથે આ વ્રત રાખે છે
દર મહિનાની સંકષ્ટી ચતુર્થી પર ગણપતિની પૂજા કરવાથી જીવનની મુશ્કેલીઓ અને ખરાબ સમય ઝડપથી ટળી જાય છે. ફાલ્ગુન કૃષ્ણ પક્ષની ચતુર્થીને દ્વિજ્પ્રીય સંકષ્ટી ચતુર્થી પણ કહે છે. આ દિવસે ભગવાન ગણેશના છટ્ઠા સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. માન્યતા છે કે આ દિવસે બધી જ તકલીફોનો અંત આવે છે. હિન્દુ ધર્મમાં ભગવાન ગણેશને વિઘ્નહર્તા કહેવામાં આવ્યા છે. ભગવાન ગણેશને બધા દેવતાઓમાં સૌથી પહેલા પૂજવામાં આવે છે.
- Advertisement -
સંકષ્ટી ચતુર્થીનું મહત્વ
ફાગણ મહિનાની દ્વિજપ્રિય સંકષ્ટ ચતુર્થી એટલે કે સંકષ્ટી ચતુર્થીનું વ્રત 9 ફેબ્રુઆરી 2023ના રોજ એટલે કે આજે રાખવામાં આવશે. માન્યતા અનુસાર મહિલાઓ સુખ, સૌભાગ્ય, સંતાનની સમૃદ્ધિ અને પરિવારના કલ્યાણની કામના સાથે આ વ્રત રાખે છે અને એવું કહેવાય છે કે સંકષ્ટી ચતુર્થી પર ગૌરી પુત્ર ગણપતિની પૂજા કરવાથી બુધ, રાહુ અને કેતુના કારણે કુંડળીના દોષ દૂર થાય છે. જો તમે પણ દ્વિજપ્રિયા સંકષ્ટી ચતુર્થીનો વ્રત રાખ્યો છે તો એ માટેની પૂજાનો સમય અને પૂજા પદ્ધતિ આ સાથે જ ગ્રહ દોષોમાંથી મુક્તિ મેળવવાના ઉપાયો વિશે જાણી લો.
દ્વિજપ્રિય સંકષ્ટી ચતુર્થી પૂજા માટે આજનું મુહૂર્ત
સંકષ્ટી ચતુર્થી શરૂ થાય છે – 09 ફેબ્રુઆરી 2023, સવારે 06.23
સંકષ્ટી ચતુર્થી તારીખ સમાપ્ત થાય છે – 10 ફેબ્રુઆરી 2023, સવારે 07.58
- Advertisement -
સવારના ગણપતિ પૂજનનો સમય – 07.08 – 08.31 વાગ્યા સુધી
સાંજની પૂજાનો સમય – 06.14 – 07.51 વાગ્યા સુધી
ચંદ્રોદય સમય – 09.25 વાગ્યે
દ્વિજપ્રિયા સંકષ્ટી ચતુર્થી પૂજા પદ્ધતિ
દ્વિજ્પ્રીય સંકષ્ટી ચતુર્થી પર ભગવાન ગણેશની પૂજા માટે સવારે ઉઠીને સ્નાન બાદ સાફ-સુથરા કપડા પહેરો. ઘરના પૂજા સ્થળની સાફ-સફાઈ કરો. પૂજન સામગ્રી તરીકે તલ,ગોળ,લાડુ,તાંબાના કળશમાં પાણી,ચંદન,ધૂપ,ફૂલ,પ્રસાદ માટે કેળા તથા નારિયળની વ્યવસ્થા કરી લો. ગ્ત્યાર બાદ સાફ આસન પર બેસીને ઉત્તર દિશા તરફ મોં કરીને ભગવાન ગણેશને ફૂલ તથા જળ અર્પિત કરો. જળ અર્પિત કરતા પહેલા તેમાં તલ અવશ્ય મેળવો લો. ગુરુવાર હોવાથી આ દિવસે પીળા રંગના વસ્ત્રો પહેરવા શુભ માનવામાં આવે છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે તહેવાર પર તે દિવસે વ્રત અને વસ્ત્રો ધારણ કરવાથી સફળતા મળે છે. ભગવાન ગણેશને તલના લાડુ તથા મોદકનો ભોગ અવશ્ય લગાવો. સિંદૂર, ગોળ, કેળા, કુમકુમ, રોલી, દૂર્વા, હળદરના ગઠ્ઠા અર્પણ કરો. મોદક અને લાડુ ચઢાવો, પછી ગણેશ ચાલીસાનો પાઠ કરો, દિવસભર ઉપવાસ રાખો. સાંજે વિધિ-વિધાનથી સંકષ્ટી ભગવાનની પૂજા તથા આરતી કરો. રાત્રે ચંદ્રને અર્ધ્ય આપ્યા બાદ તલ અથવા લાડુ ખાઈને વ્રત તોડો. ગણપતિની આરતી કરો અને પછી દાન કરો.