ગુજરાતમાં આજે કોરોનાના 459 કેસ સામે 922 દર્દીઓ સાજા થયા છે. મહામારીની શરૂઆતથી અત્યાર સુધીમાં રાજ્યમાં 12,64,289 સંક્રમિતો નોંધાયા, જેમાંથી 12,48,768 દર્દીઓ સાજા થઈ ગયા છે.
આજે શુક્રવારે અમદાવાદમાં 164, વડોદરા 51, સુરત 45, રાજકોટ 36, કચ્છ 20, અમરેલી -મહેસાણા 16, ગાંધીનગર 14, મોરબી 13, દેવભૂમિ દ્વારકા 11, વલસાડ 10, નવસારી- જામનગર 9, પંચમહાલ 7, પોરબંદર-ભાવનગર 6, ભરૂચ 5, સુરેન્દ્રનગર- તાપી 4, બનાસકાંઠા -પાટણ 3, ખેડા- સાબરકાંઠા 2, આણંદ- અરવલ્લી -ગીર સોમનાથમાં એક – એક કેસ નોંધાયા છે.
- Advertisement -
રાજયમાં કુલ 18 દર્દીઓ વેન્ટીલેટર પર છે, જયારે 4,516 દર્દીઓ સ્ટેબલ છે. રાજયનો કુલ મૃત્યુઆંક 10,987 તથા કુલ પોઝીટીવ કેસનો આંક 12,64,289 પર પહોંચ્યો છે.
રાજકોટમાં 8 વર્ષની બાળકી સહિત જિલ્લામાં 36 કેસ
રાજકોટ શહેરમાં 8 વર્ષની બાળકી સહિત જિલ્લામાં 36 કેસ નોંધાયા છે. જેમાં આજે શહેરમાં 62 અને ગ્રામ્યમાં 29 મળી કુલ 91 દર્દી સાજા થયા છે. વશહેરમાં 27 કેસ અને ગ્રામ્યમાં નવા 9 કેસ, સને આવ્યા છે. રાજકોટ કોર્પોરેશન વિસ્તારમાં હવે એક્ટિવ કેસ ઘટીને 289 થયા છે. શહેરમાં અત્યાર સુધીમાં કુલ 65036 સંક્રમિતો નોંધાઈ ચુક્યા છે.
- Advertisement -
રાજકોટ કોર્પોરેશનના નાનામવા આરોગ્ય કેન્દ્રના વિસ્તારમાં 7 કેસ, સદર આરોગ્ય કેન્દ્રમાં 4 કેસ, નંદનવન આરોગ્ય કેન્દ્રમાં 4 કેસ, મવડી આરોગ્ય કેન્દ્રમાં 4 કેસ, રેલનગર આરોગ્ય કેન્દ્રમાં 2 કેસ, માધાપર, હુડકો, આંબેડકર નગર, રામનાથપરા, મોરબી રોડ, વિજય પ્લોટ, શ્યામનગર આરોગ્ય કેન્દ્રના વિસ્તારોમાં એક – એક કેસ નોંધાયો છે.