ગાંધીનગરમાં સ્ટેટ બોર્ડ ઓફ વાઈલ્ડ લાઈફની બેઠક યોજાઇ, દક્ષિણ ગુજરાતના તાલુકા દીઠ 10 પાંજરા ખરીદશે
ખાસ-ખબર સંવાદદાતા
ગાંધીનગરમાં સ્ટેટ બોર્ડ ઓફ વાઈલ્ડ લાઈફની બેઠક યોજાઇ છે. જેમાં દીપડા દ્વારા થતા માનવ ઘર્ષણ, હુમલાઓને લઈ બેઠક યોજવામાં આવી છે. ત્યારે લાંબા ગાળાના રક્ષાત્મક પગલાં લેવા ચર્ચા થઇ છે. તેમાં દક્ષિણ ગુજરાતના તાલુકા દીઠ 10 પાંજરા ખરીદશે. તથા ટ્રાન્ક્વિલાઈઝર ગન મોટા પ્રમાણમાં ખરીદાશે.
ટ્રેપ કેમેરા, રેડિયો કોલરથી દીપડાઓના વર્તણુકનો અભ્યાસ કરાશે. દીપડા દ્વારા થતા માનવ ઘર્ષણ અને હુમલાઓને લઈ સરકારની બેઠક યોજાઇ છે. જેમાં લાંબા ગાળાના રક્ષાત્મક પગલાં લેવા ચર્ચા થઇ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને ગાંધીનગરમાં સ્ટેટ બોર્ડ ફોર વાઇલ્ડ લાઇફની બેઠક મળી હતી. જેમાં દીપડા દ્વારા થતા માનવ ઘર્ષણના બનાવો સામે લાંબાગાળાના સઘન રક્ષાત્મક પગલા લેવાનું વન વિભાગનું આયોજન હોવાનું જણાવવામાં આવ્યું હતું. આ માટે ટ્રાન્ક્વિલાઈઝર ગન પૂરતા પ્રમાણ ખરીદવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને ગાંધીનગરમાં મળેલી સ્ટેટ બોર્ડ ફોર વાઇલ્ડ લાઇફની 23મી બેઠકમાં રાજ્યના સુરત વન વર્તુળના બે વિભાગોના 69668.51 હેક્ટર રક્ષિત જંગલ વિસ્તારના અખંડ જંગલને અભયારણ્ય તરીકે જાહેર કરવા માટેનો પ્રાથમિક સર્વે વન વિભાગ દ્વારા હાથ ધરવાની કાર્યવાહી માટે સૂચના આપવામાં આવી હતી. તદઅનુસાર, સુરત જિલ્લાના ઉમરપાડા, વડપાડા, માંડવી ઉત્તર અને દક્ષિણ તેમજ તાપી વ્યારાના ખેરવાડા, ટાપ્તી અને વાજપુર એમ 7 રેન્જના અને અખંડ જંગલની માહિતી, ફ્લોરા અને ફૌનાનું પ્રાથમિક સર્વેક્ષણ વન વિભાગના ક્ષેત્રીય અધિકારીઓ દ્વારા હાથ ધરવામાં આવશે.