કેનેડાના દાતાએ સોમનાથ ટ્રસ્ટને ડિજિટલ ડોક્ટર હેલ્થ પોડ અર્પણ કર્યું
પાંચ જ મિનિટમાં ઇ.સી.જી સહિત 10 થી વધારે મેડીકલ રિપોર્ટ મળશે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
પવિત્ર યાત્રાધામ અને બાર જ્યોર્તિલીંગમાંના પ્રથમ એવા સોમનાથ મહાદેવના દર્શન માટે આવનારા ભક્તો હવે વધુ એક નવતર સુવિધા ડિજિટલ ડોક્ટરનો લાભ પણ મેળવી શકશે.સોમનાથ ટ્રસ્ટને આ હેતુસર એક અદ્યતન હેલ્થ પોડ-ડિજિટલ ડોક્ટર મશીન કેનેડાના દાનવીર મુકુંદ પુરોહિત પરિવાર દ્વારા ભેટ આપવામાં આવ્યું છે.આ ડિજિટલ ડોક્ટર-હેલ્થ પોડ મશીન દ્વારા પાંચ મિનીટથી પણ ઓછા સમયમાં ઇ.સી.જી સહિત ર0 થી વધારે મેડીકલ રિપોર્ટ મેળવી શકાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતીમાં દાતા મુકુંદભાઇ પુરોહિતે આ મશીન સોમનાથ ટ્રસ્ટને અર્પણ કરતો પત્ર સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી પી. કે. લહેરી, સેક્રેટરી યોગેન્દ્ર દેસાઇને ગાંધીનગરમાં અર્પણ કર્યા હતાં.આ હેલ્થ પોડ ડિજિટલ ડોક્ટર મશીનની મુખ્ય ખાસિયત છે કે, તે બેઠા બેઠા જ વ્યક્તિનો ઇ.સી.જી કાઢી લે છે અને તે પણ ફકત પ મિનિટથી પણ ઓછા સમય લાગશે. આ મશીનથી બોડી માસ ઇન્ડેક્સ, બ્લડપ્રેશર, બોડી સેલ માસ, બોડી ફેટ માસ, બોડી, મીનરલ ક્ધટેન્ટ, મીનરલ એન્ડ પ્રોટીન ક્ધટેન્ટ, વીસકેરાલ ફટન્ડ અને બીજા અન્ય રિપોર્ટ આપે છે.
આ મશીન ટેલિમેડિસિન સાથે જોડાયેલું છે. જેનાથી દર્દીનો રિપોર્ટ આવતાની સાથે જ તે પેનલ પર રહેલા એક્સપર્ટ ડોક્ટર્સની સાથે એક ક્લિકથી વાત કરી શકે છે અને ડોક્ટર રિપોર્ટ જોઇને દવા પ્રીસ્ક્રાઇબ કરે છે. આ મશીન સાથે જોડાયેલ ડાયેટિશિન ડોક્ટર દર્દીનો ડાયટ ચાર્ટ બનાવી મોકલે છે.આ મશીન દ્વારા પ્રાપ્ત થયેલ રિપોર્ટ દર્દીને તેના ઇમેઇલ પર, વોટ્સઅપ પર પણ મળે છે. ઇમેઇલ પર દર્દીના દરેક રિપોર્ટની ડિટેઇલ્સ મોકલવામાં આવે છે. આ મશીન અત્યંત આધુનિક ડિજિટલ ટેક્નોલોજીથી જોડાયેલ છે.