ખાસ-ખબર સંવાદદાતા
તૃણમુલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રાએ માતા મહાકાળી અંગે વિવાદિત નિવેદન આપ્યુ છે. એમણે કહ્યું હતું કે તેઓ મહાકાળી માતાને માંસ ખાનારી અને દારૂ પીનારી દેવીના રૂપમાં જૂએ છે. એક મૂવી પોસ્ટરને લઇને થયેલા વિવાદ પર પ્રતિક્રિયા આપતા ટીએમસી સાંસદે આ વાત કરી હતી. આ પોસ્ટરમાં મહાકાળી દેવીને સિગરેટ પીતા દેખાડવામાં આવ્યા છે.
મોઇત્રાએ કહ્યું હતું કે મહાકાળી માતાના અનેક રૂપ છે. મારા માટે મહાકાળી માંસ ખાનારા, દારૂનો સ્વીકાર કરનારા દેવી છે. લોકોનો અલગ અલગ અભિપ્રાય હોય શકે છે. તમને તમારા દેવીની કલ્પના કરવાની સ્વતંત્રતા છે. કેટલાંક સ્થાને દેવતાઓને દારૂ ચઢાવવામાં આવે છે તો કેટલાંક સ્થાને આ બાબતને ઈશનિંદા માનવામાં આવે છે.
- Advertisement -
સિક્કીમ અને ભૂતાનનો ઉલ્લેખ કરતા મહુઆ મોઇત્રાએ કહ્યું હતું કે ત્યાં લોકો દેવી-દેવતાઓને દારૂ આદિ ચઢાવે છે. ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાં તમે પ્રસાદ તરીકે દારૂ ચઢાવવાની વાત કરશો તો તે ઇશનિંદા ગણાશે. કોણ કેવી રીતે દેવી મહાકાળીને જૂએ છે તે તેની આસ્થા પર નિર્ભર
કરે છે.