Diwali 2025 : જ્યારે ભગવાન રામ 14 વર્ષના વનવાસ પછી પાછા દ્વારકા આવે છે ત્યારે બધા ઉમંગ અને ઉત્સાહથી દીવા પ્રગટાવે છે ભગવાન શ્રી રામ પાછા પોતાના ઘરે આવે છે એની ખુશીમાં હિન્દૂ ધર્મના લોકો દિવાળી દરમિયાન અલગ અલગ રીત રિવાજ મુજબ પૂજા અને વિધિ વિધાન કરે છે.
ઘી કે તેલનો, કયો દીવો પ્રગટાવવાને શુભ મનાય છે તે જાણવું પણ જરૂરી છે.
- Advertisement -
ઘી કે તેલનો દીવો?
દિવાળી માત્ર પ્રકાશનો દિવસ જ નહીં પરંતુ દરેકના જીવનમાં ખુશી અને આનંદના આગમનનો પણ તહેવાર છે. આ દિવસે લક્ષ્મી માતા અને ભગવાન ગણેશની પૂજા કરવાથી ઘરમાં સમૃદ્ધિ, ઉન્નતી, સફળતા અને આર્થિક લાભ પણ થાય છે. આ દિવસે દીવા પ્રગટાવવાથી અંધકાર દૂર થાય છે અને પ્રકાશનું આગમન થાય છે. આથી લોકો દીવા પ્રગટાવે છે. પરંતુ શું તમે જાણો છો કે દિવાળી પર ઘી કે તેલનો કયો દીવો પ્રગટાવવો વધુ શુભ મનાય છે ? તો ચાલો તે વિશે જાણીએ.
ઘીનો દીવો
દિવાળી પર ઘીનો દીવો પ્રગટાવવાને શુભ માનવામાં આવે છે. તેની અસરથી દેવી-દેવતાઓનો ઘરમાં વાસ થાય છે. ઘીની જ્યોતથી જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ પણ આવે છે. દિવાળીમાં લક્ષ્મી માતા અને ગણેશજીની પૂજા દરમિયાન ઘીના દીવા પ્રગટાવવા જોઈએ. તેનાથી ઘરમાં ગંભીર સમસ્યાઓ પણ દૂર થાય છે.
તેલનો દીવો
જો ઘી ઉપલબ્ધ ન હોય તો સરસવ કે તલના તેલથી દીવો પ્રગટાવવો પણ શુભ મનાય છે. સરસવ અને તલના તેલથી દીવો પ્રગટાવવાથી સાડા સાતી અને શનિ દોષની અસરોમાં રાહત મળે છે અને ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે. સરસવ કે તલના તેલથી દીવો પ્રગટાવવાથી તમારા જીવનમાં સ્થિરતા અને શાંતિ આવે છે. તમે અળસીના તેલનો દીવો પણ પ્રગટાવી શકો છો.
- Advertisement -
સમસ્યાઓ થાય છે દુર
દિવાળી પૂજા દરમિયાન લક્ષ્મી માતાની સામે આ તેલથી દીવો પ્રગટાવવાથી તેઓ આપની ઉપર પ્રસન્ન થાય છે. તમને વ્યવસાયમાં નફો, કરિયરમાં મોકા, કલામાં નિખાર અને લગ્નજીવનમાં અવરોધો દુર થાય છે. આ સિવાય કુંડળીમાં રાહુ અને કેતુના અશુભ પ્રભાવો પણ ઘટે છે.
દિવાળી ક્યારે અને પૂજા માટેનો શુભ સમય
કાર્તિક અમાવસ્યા 20 ઓક્ટોબરના રોજ બપોરે 3:44 વાગે શરૂ થશે. આ તારીખના બીજા દિવસે એટલે કે 21 ઓક્ટોબરના રોજ સાંજે 5:54 વાગે સમાપ્ત થશે. આમ દિવાળીનો તહેવાર 20 ઓક્ટોબર 2025 ના રોજ માન્ય રહેશે. દિવાળી પર પૂજા માટેનો શુભ સમય સાંજે 7:08 થી 8:18 વાગ્યા સુધીનો રહેશે. નિશિતા કાળ મુહૂર્ત રાત્રે 11:41 થી 12:31 વાગ્યા સુધીનો રહેશે.