રામલલાના પ્રાણપ્રતિષ્ઠા ઉત્સવ બાદ અદાણી ગ્રુપના ચેરમેને કરી જાહેરાત
ઇન્ડોલોજી વિષયમાં ભારતનો પ્રાચીન ઇતિહાસ, ભવ્ય સંસ્કૃતિ, ભાષા વૈવિધ્ય અને લોક સંસ્કૃતિઓનો સમાવેશ
આ વિષય અંતર્ગત ભારતના રાજકીય ઇતિહાસથી લઈને સાંસ્કૃતિક ઇતિહાસ અને ધાર્મિક ઇતિહાસને પણ જાણી શકાય છે
સૌજન્ય : ઑપ ઇન્ડિયા, ગુજરાતી
22 જાન્યુઆરીના શુભ દિવસે અયોધ્યા રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. જેમાં દેશની અનેક હસ્તીઓ પણ સહભાગી બની હતી. દેશના અનેક મહાનુભાવોની સાથે અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણી પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. રામલલાના ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ બાદ ગૌતમ અદાણીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ડ પર જાહેરાત કરી હતી કે, અદાણી ગ્રુપ ઇન્ડોલોજી વિષય પર ઙવઉ કરવા માંગતા 14 વિદ્યાર્થીઓને સ્પોન્સર કરશે. ઇન્ડોલોજી વિષયમાં ભારતીય સંસ્કૃતિ, ભારતનો ઇતિહાસ, ભાષાઓ અને સાહિત્યનો સમાવેશ થાય છે.
22 જાન્યુઆરીએ રામલલાના ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ બાદ દેશના અગ્રણી ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ડ પર જાહેરાત કરી હતી કે, ઇન્ડોલોજી વિષયમાં ઙવઉ કરવા માટે અદાણી ગ્રુપ 14 વિદ્યાર્થીઓને સ્પોન્સર કરશે. ઇન્ડોલોજી વિષયમાં ભારતનો પ્રાચીન ઇતિહાસ, ભવ્ય સંસ્કૃતિ, ભાષા વૈવિધ્ય અને લોક સંસ્કૃતિઓનો સમાવેશ થાય છે. આ વિષય અંતર્ગત ભારતના રાજકીય ઇતિહાસથી લઈને સાંસ્કૃતિક ઇતિહાસ અને ધાર્મિક ઇતિહાસને પણ જાણી શકાય છે.
રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા સમરોહ પૂર્ણ થયા બાદ ગૌતમ અદાણીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ડ પર પોસ્ટ કરીને લખ્યું કે, ભારતની સંસ્કૃતિ અને પરંપરા વિશ્વને ઉજ્જવલિત કરવાની ક્ષમતા ધરાવે છે. ‘વસુધૈવ કુટુંબકમ’ના સિદ્ધાંત પર ચાલતા, ભારતીય સંસ્કૃતિ, ભાષાઓ અને સાહિયતનું અધ્યયન એટલે કે ‘ઇન્ડોલોજી’ને પ્રોત્સાહન આપવું જરૂરી છે. આ હેતુથી, અદાણી ગ્રુપે અયોધ્યા રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠાના શુભ અવસર પર ઇન્ડોલોજીમાં ઙવઉ કરવા માટે 14 વિદ્યાર્થીઓને સ્પોન્સર કરવાનો નિર્ણય લીધો છે. તેનાથી ભારતના સોફ્ટ પાવર અને ઇન્ડોલોજીને વૈશ્વિક ઓળખ મળશે.
નોંધનીય છે કે, 22 જાન્યુઆરીએ રામ મંદિર અયોધ્યામાં ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. તે દિવસે પણ ગૌતમ અદાણીએ ડ પર પોસ્ટ કરીને શુભકામનાઓ આપી હતી. તેમણે અયોધ્યા નગરી અને રામ મંદિરને દેશ-વિદેશ માટે જ્ઞાન અને શાંતિનો પ્રવેશ દ્વાર બનાવવાનું આહ્વાન કર્યું હતું. ગૌતમ અદાણીએ લખ્યું હતું કે, આજે આ પાવન અવસર પર, જ્યારે અયોધ્યાના રામ મંદિરના પટ ખૂલી રહ્યા છે, ત્યારે તે જ્ઞાન અને શાંતિનો પ્રવેશ દ્વાર બની જાય છે. જે ભારતીય સમુદાયોને ભારતના આધ્યાત્મિક અને સાંસ્કૃતિક સંવાદિતાના શાશ્વત તાંતણે બાંધે છે.