બસ ઝોલા લઈને હાથમાં કમન્ડર અને ગળામાં રૂદ્રાક્ષની માળાઓ પહેરી લેવાથી બની જવાય છે, પરંતુ હવે સંત બનવા કે સન્યાસ લેવા માટે લોકોએ ઈન્ટરવ્યુની પ્રક્રિયામાંથી પસાર થવું પડશે હવેથી નિયમોનું પાલન કરનારાઓને જ સન્યાસ ગ્રહણ કરાવવામાં આવશે
ખાસ-ખબર સંવાદદાતા
હવેથી નિયમોનું પાલન કરનારાઓને જ સન્યાસ ગ્રહણ કરાવવામાં આવશે. સાથે સંન્યાસ માટે જે તે વ્યક્તિએ શૈક્ષણિક દસ્તાવેજો અને તેમના ચારિત્ર્યની માહિતી પણ લેવામાં આવશે.
- Advertisement -
આજકાલ દરેક નોકરી કે ધંધામાં સફળતા મેળવવા માટે યોગ્યતા સિદ્ધ કરવી પડે છે. ત્યારે સામાન્ય રીતે લોકો એવું વિચારતા હતા કે સાધુ સંત બનવું સહેલું છે, તેમાં કોઈ યોગ્યતાની જરૂર નથી બસ ઝોલા લઈને હાથમાં કમન્ડર અને ગળામાં રૂદ્રાક્ષની માળાઓ પહેરી લેવાથી બની જવાય છે. પરંતુ હવે સંત બનવા કે સન્યાસ લેવા માટે લોકોએ ઈન્ટરવ્યુની પ્રક્રિયામાંથી પસાર થવું પડશે હવેથી નિયમોનું પાલન કરનારાઓને જ સન્યાસ ગ્રહણ કરાવવામાં આવશે. સાથે સંન્યાસ માટે જે તે વ્યક્તિએ શૈક્ષણિક દસ્તાવેજો અને તેમના ચારિત્ર્યની માહિતી પણ લેવામાં આવશે. તમને જણાવી દઈએ કે ભૂતકાળમાં સંતો પર સવાલો ઉઠાવ્યા બાદ ધર્મ પર પ્રશ્ન ચિહ્નના મુદ્દાને ધ્યાનમાં રાખીને આવી રણનીતિ તૈયાર કરવામાં આવી રહી છે.
પંચાયતી અખાડા શ્રી નિરંજની સન્યાસ લેનાર લોકો માટે સાક્ષાત્કાર આપવા અને શૈક્ષણિક યોગ્યતા તપાસવાની વ્યવસ્થા કરવા જઈ રહ્યા છે. તમામ પ્રક્રિયા અખાડાના નિયમો પ્રમાણે થયા બાદ વ્યક્તિને સંત પરંપરામાં સામેલ કરાવવામાં આવશે. સંન્યાસીઓના બીજા સૌથી મોટા શ્રી નિરંજની અખાડામાં સંન્યાસ ગ્રહણ કરવા માટે નવા નિયમ તૈયાર કરાવવામાં આવી રહ્યા છે. આને લઈને પ્રસ્તાવ તૈયાર કરાવવામાં આવી રહ્યો છે.
આગામી દિવસોમાં આ મામલે મહત્વનો નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા છે. સોમવારે અખાડા પરિષદના પ્રમુખ અને પંચાયતી અખાડા શ્રી નિરંજનીના સચિવ શ્રીમહંત રવીન્દ્ર પુરીના અખાડાના આચાર્ય મહામંડલેશ્વર કૈલાશાનંદ ગિરી સાથે બંધ રૂમમાં કલાકો સુધી ચર્ચા કરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે આ અખાડામાં એક કમિટી બનાવવામાં આવી રહી છે.