આજે એટલે કે મંગળવારે વહેલી સવારે TMCનું ટ્વિટર એકાઉન્ટ હેક કરવામાં આવ્યું, હેકર્સે ટીએમસીનું પ્રોફાઇલ પિક્ચર અને નામ બદલી નાખ્યું
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની પાર્ટી ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ (TMC)નું ટ્વિટર એકાઉન્ટ હેક થઈ ગયું હોવાનું સામે આવ્યું છે. વાત જાણે એમ છે કે, આજે એટલે કે મંગળવારે વહેલી સવારે TMCનું ટ્વિટર એકાઉન્ટ હેક કરવામાં આવ્યું હતું.
- Advertisement -
All India Trinamool Congress' Twitter account appears to be hacked. pic.twitter.com/wyE417xG0c
— ANI (@ANI) February 28, 2023
- Advertisement -
ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસનું ટ્વિટર એકાઉન્ટને હેકર્સે હેક કરી ટીએમસીનું પ્રોફાઇલ પિક્ચર અને નામ બદલી નાખ્યું છે. પ્રોફાઇલ પર TMCની જગ્યાએ ‘યુગા લેબ્સ’ લખેલું છે. હજુ સુધી ટીએમસી નેતાઓ તરફથી આ અંગે કોઈ ટિપ્પણી આવી નથી.
નોંધનીય છે કે, યુગા લેબ્સ એક બ્લોકચેન ટેક્નોલોજી કંપની છે, જે અમેરિકા સ્થિત છે. આ કંપની મુખ્યત્વે ક્રિપ્ટોકરન્સી અને ડિજિટલ મીડિયાના ક્ષેત્રમાં કામ કરે છે. જણાવી દઈએ કે, આ પહેલા 10 ડિસેમ્બરે YSR કોંગ્રેસનું ટ્વિટર હેન્ડલ હેકર્સ દ્વારા હેક કરવામાં આવ્યું હતું. હેકર્સે એકાઉન્ટ પર ક્રિપ્ટો કરન્સીનો પ્રચાર શરૂ કર્યો. હેકર્સે પાર્ટીનો બાયો બદલીને NFT મિલિયોનેર કરી દીધો. તેમજ ડિસ્પ્લે ફોટો બદલાયો હતો અને ઓન બોર્ડ એપ યાટ ક્લબ કલેક્શનના ચિત્ર સાથે બદલવામાં આવ્યો હતો.