ઇ-સિગારેટ અથવા વેપ એ ઇલેક્ટ્રોનિક અથવા બેટરી-સંચાલિત ઉપકરણો છે જે પ્રવાહીને ગરમ કરે છે જેમાં સામાન્ય રીતે નિકોટિન હોય છે અને ઇન્હેલેબલ એરોસોલમાં સ્વાદ ઉમેરવામાં આવે છે તે ભારતમાં સંપૂર્ણપણે પ્રતિબંધિત છે.
લોકસભામાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે. આજે લોકસભામાં ભારતીય જનતા પાર્ટીના સાંસદ અનુરાગ ઠાકુરે તૃણમૂલ કોંગ્રેસના સાંસદ પર ગંભીર આરોપ લગાવ્યો. અનુરાગ ઠાકુરે સંસદમાં નામ લીધા વિના કહ્યું કે તૃણમૂલ કોંગ્રેસના સાંસદ લોકસભામાં બેસીને ઈ-સિગારેટ પીવે છે.
- Advertisement -
તૃણમૂલ કોંગ્રેસના સાંસદ પર ઈ સિગારેટ પીવાનો આરોપ
અનુરાગ ઠાકુરે સ્પીકર ઓમ બિરલાને સવાલ પૂછ્યો કે, ‘દેશભરમાં ઈ-સિગારેટ પર પ્રતિબંધ છે. શું તમે કોઈને સદનમાં પીવાની છૂટ આપી છે?’
સ્પીકરે જવાબમાં કહ્યું, ‘ના, સંસદમાં કોઈને આવી અનુમતિ નથી.’
- Advertisement -
અનુરાગ ઠાકુરે કહ્યું, ‘સર, TMCના સાંસદ સતત અહિયાં બેસીને ઘણા દિવસથી ઈ-સિગારેટ પીવે છે. તમે ચેક કરાવો સર.’
સ્પીકરે કહ્યું, ‘હું તમામ સાંસદોને અનુગ્રહ કરું છું કે આપણે નિયમોનું પાલન કરવું જોઈએ. આવો કોઈ વિષય મારી પાસે આવશે તો નિશ્ચિતરૂપે કાર્યવાહી કરીશું.’
નોંધનીય છે કે ભારતમાં ઈ-સિગારેટ પર સંપૂર્ણ પ્રતિબંધ છે. ભારતમાં ઈ-સિગારેટના ઉત્પાદન, વેચાણ, આયાત, નિકાસ કે જાહેરાત પર પ્રતિબંધ છે તથા આવું કરવા પર દંડ તથા જેલની સજાની જોગવાઈ છે.




