પશ્ચિમ બંગાળમાં TMCની પ્રથમ યાદી જાહેર
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.11
- Advertisement -
તૃણમૂલ કોંગ્રેસે લોકસભા ચૂંટણી 2024 માટે તેના ઉમેદવારોની યાદી જાહેર કરી છે. પાર્ટીની આ યાદીમાં કુલ 42 ઉમેદવારોના નામ છે. કૂચબિહાર લોકસભા સીટ પરથી જગદીશ ચંદ્ર બસુનિયાને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. ક્રિકેટ લિજેન્ડ યુસુફ પઠાણને બહેરામપુરથી ટિકિટ આપવામાં આવી છે, જેઓ અધીર રંજન ચૌધરી સામે ચૂંટણી લડશે.
મોઇત્રાનું નામ ટીએમસીની યાદીમાં સામેલ છે, પરંતુ નુસરત જહાંનું નામ હટાવી દેવામાં આવ્યું છે. આ સિવાય મિમી ચક્રવર્તીનું નામ પણ લિસ્ટમાં નથી. ટીએમસીને કૃષ્ણનગરથી તેના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતારવામાં આવ્યા છે, જ્યારે શત્રુઘ્ન સિંહાને આસનસોલથી ટિકિટ આપવામાં આવી છે. અભિષેક બેનર્જીને ડાયમંડ હાર્બરથી ટિકિટ આપવામાં આવી છે.
પ.બંગાળની લોકસભા બેઠક પર ઉમેદવાર
- Advertisement -
1 કૂચ બિહાર – જગદીશ ચંદ્ર બસુનિયા
2 અલીપુરદ્વાર – પ્રકાશ ચિક બડાઈક
3- જલપાઈગુડી – નિર્મલ ચૌધરી રોય
4- દાર્જિલિંગ- ગોપાલ લામા
5- રાયગંજ- કૃષ્ણા કલ્યાણી
6- બાલુરઘાટ- બિપ્લબ મિત્ર
7- માલદા ઉત્તર- પ્રસૂન બેનર્જી
8- માલદા દક્ષિણ- શાહનવાઝ રાયહાન
9- જાંગીપુર- ખલીલુર રહેમાન
10- બેરહામપુર- યુસુફ પઠાણ
11- મુર્શિદાબાદ- અબુ તાહેર ખાન
12- કૃષ્ણનગર- મહુઆ મોઇત્રા
13- રાણાઘાટ – મુકુટ મણિ અધિકારી
14- બોનગાંવ- વિશ્ર્વજીત દાસ
15- બેરકપુર- પાર્થ ભૌમિક
16- દમ દમ- પ્રોફેસર સૌગત રોય
17- બારાસત- કાકોલી ઘોષ
18- બસીરહાટ- નૂરૂલ ઇસ્લામ
19- જોયનગર – પ્રતિમા મંડળ
20- મથુરાપુર – બાપી હલદર
21- ડાયમંડ હાર્બર- અભિષેક બેનર્જી
22- જાદવપુર- સયોની ઘોષ
23- કોલકાતા દક્ષિણ- માલા રોય
24- કોલકાતા ઉ.- સુદીપ બંદોપાધ્યાય
25- હાવડા- પ્રસુન બેનર્જી
26- ઉલુબેરિયા- સજદા અહેમદ
27- સેરામપુર- કલ્યાણ બેનર્જી
28- હુગલી- રચના બેનર્જી
29- આરામબાગ – મિતાલી બાગ
30- તમલુક- દેવાંશુ ભટ્ટાચાર્ય
31- કાંથી- ઉત્તમ બારિક
32- ઘાટલ- દીપક અધિકારી (દેવ)
33- ઝારગ્રામ – કાલીપદા સોરેન
34- મેદિનીપુર- જૂન મલિયા
35- પુરુલિયા- શાંતિરામ મહતો
36- બાંકુરા- અરૂપ ચક્રવર્તી
37- બિષ્ણુપુર – સુજાતા મંડળ
38- બર્ધમાન પૂર્વા – ડો. શર્મિલા સરકાર
39- બર્ધમાન દુર્ગાપુર- કીર્તિ આઝાદ
40- આસનસોલ- શત્રુઘ્ન સિંહા
41- બોલપુર – અસિત કુમાર મલ
42- બીરભૂમ- શતાબ્દી રોયટ