– 5 ટુકડાઓમાં મળી આવ્યો કાટમાળ
ડૂબી ગયેલા જહાજ ટાઈટેનિકનો કાટમાળ જોવા માટે ટાઇટન સબમરીનમાં બેસી ઊંડા સમુદ્રમાં ગયેલ પાંચ લોકો મૃત્યુ પામ્યા છે. Oceangate Expeditions એ આ વાતની પુષ્ટિ કરી છે
- Advertisement -
એટલાન્ટિક મહાસાગરમાં ગુમ થયેલ ટાઇટન સબમરીનમાં સવાર તમામ પાંચ લોકો મૃત્યુ પામ્યા છે. આ બધા લોકો ડૂબી ગયેલા જહાજ ટાઈટેનિકનો કાટમાળ જોવા માટે ઊંડા સમુદ્રમાં ગયા હતા. સબમરીનનું સંચાલન કરતી કંપની Oceangate Expeditions એ આ વાતની પુષ્ટિ કરી છે અને મૃતકોને શ્રદ્ધાંજલિ આપી છે. જણાવી દઈએ કે 18 જૂનના રોજ આ લોકો દરિયાઈ પ્રવાસે નીકળ્યા હતા અને સબમરીન રવાના થયાના બે કલાક બાદ જ તેની સાથેનો સંપર્ક તૂટી ગયો હતો.
1,600 ફૂટના દૂર મળ્યો કાટમાળ
યુએસ કોસ્ટ ગાર્ડ રીઅર એડમિરલ જ્હોન મેગરે પુષ્ટિ કરી હતી કે ટાઇટેનિક સબમરીનના ભાગો ટાઇટેનિક જહાજના કાટમાળથી લગભગ 1,600 ફૂટ દૂરથી મળી આવ્યા હતા. તેમણે કહ્યું કે સબમરીનનો આ કાટમાળ”ભયંકર વિસ્ફોટ” નું પરિણામ હતું.
- Advertisement -
— OceanGate Expeditions (@OceanGateExped) June 22, 2023
1912માં એટલાન્ટિક મહાસાગરમાં ડૂબી ગયું હતું ટાઇટેનિક
નોંધનીય છે કે ટાઇટેનિક વિશ્વનું સૌથી મોટું સ્ટીમ એન્જિન સંચાલિત પેસેન્જર જહાજ હતું. એટલાન્ટિક મહાસાગરમાં તેની પ્રથમ સફર પર સફર સેટ કર્યાના ચાર દિવસ પછી, એપ્રિલ 1912 માં એક આઇસબર્ગ સાથે અથડાયા પછી તે ડૂબી ગયું. ગયા વર્ષે આ જહાજનો કાટમાળ ગયા વર્ષે રોડ આઇલેન્ડના દરિયાકિનારે મળી આવ્યો હતો.
સબમરીનને પહોંચવામાં અને પાછા આવવામાં આઠ કલાક લાગે
ટાઈટેનિક એ કાટમાળને જોવા માટે આ 5 લોકો સબમરીનમાં દરિયાની અંદર ગયા હતા. સબમરીન ટાઇટન એ નાની કેપ્સ્યુલ આકારની સબમરીન છે જેમાં મહત્તમ પાંચ લોકોની ક્ષમતા છે. જ્યારે તે ગુમ થઈ ત્યારે તેમાં પાંચ લોકો સવાર હતા. સબમરીન 6.7 મીટર લાંબી, 2.8 મીટર પહોળી અને 2.5 મીટર ઊંચી છે. તેમાં 96 કલાક ઓક્સિજન હોય છે. સબમરીનમાં બેસવા માટે કોઈ સીટ નથી પરંતુ એક ફ્લેટ ફ્લોર છે જેના પર પાંચ લોકો બેસી શકે છે. 21 ફૂટ લાંબી સબમરીનની અંદર તેમાં સવાર લોકો પાસે મર્યાદિત માત્રામાં ખોરાક અને પાણી હતું. આ સબમરીનને પહોંચવામાં અને પાછા આવવામાં આઠ કલાક લાગે છે. ટાઈટેનિકનો કાટમાળ 12,500 ફૂટની ઉંડાઈ પર છે જ્યાં જવામાં બે કલાક, ટાઈટેનિક જોવામાં ચાર કલાક અને ત્યાંથી પાછા આવવામાં બે કલાક લાગે છે.
Search for The Titan submersible | The US Coast Guard says a debris field was discovered within the search area by an ROV near the Titanic and experts within the unified command are evaluating the information, reports Reuters.
— ANI (@ANI) June 22, 2023
પાણીમાં સૂર્યપ્રકાશ માત્ર 660 ફૂટ સુધી જઈ શકે
અંહિયા એવ વાત એ જાણવા જેવી છે કે સમુદ્રના પાણીમાં સૂર્યપ્રકાશ માત્ર 660 ફૂટ સુધી જઈ શકે છે. એવામાં સ્કુબા ડાઇવિંગ માટે લોકો માત્ર 130 ફૂટ ઊંડે સુધી જાય છે. આ સાથે જ જણાવી દઈએ કે દરિયામાં અત્યાર સુધીનું સૌથી ઊંડું પાણીની અંદર રેસ્ક્યૂ 1,575 ફૂટની ઊંડાઈએ કરવામાં આવ્યું હતું.
બે કલાકથી પણ ઓછા સમયમાં ગુમ થઈ સબમરીન
બચાવ દળ એક સબમરીનને શોધવા માટે કાર્ય કરી રહ્યા છે. જે પર્યટકોને ટાઈટેનિક જહાજના ડૂબવાના સ્થાન પર લઈને ગયા હતા. રવિવારે ડુબકી લગાવ્યાના બે કલાકથી પણ ઓછા સમય બાદ ટાઈટેનિક સબમરીન ગુમ થઈ ગયું. આ સબમરીનની ક્ષમતા 96 કલાક સુધી પાણીની અંદર રહેવાની છે અને તેમાં 70 કલાકનો ઓક્સીઝન છે.
‘Titanic’ director James Cameron on the ‘catastrophic implosion’ of Titan submersible: “I’m struck by the similarity of the Titanic disaster itself, where the captain was repeatedly warned about ice ahead of his ship and yet he steamed at full speed into an ice field." pic.twitter.com/vO8JkCXS5f
— ABC News (@ABC) June 22, 2023
દરેક વ્યક્તિ પાસેથી લેવામાં આવ્યા હતા 2,50,000 ડોલર
ઓશનગેટ અભિયાન માટે દરેક વ્યક્તિ પાસે 2,50,000 અમેરિકી ડોલર લેવામાં આવ્યા હતા. ટાઈટેનિક જહાજના કાટમાળને જોવા માટે આઠ દિવસીય મિશનની રજૂઆત કરનાર કંપનીએ આ વાતની પુષ્ટિ કરી છે કે સબમરીન ચાલક દળના સદસ્યોની સાથે સમુદ્રમાં ખોવાઈ ગયા છે. કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે ચાલક દળને સુરક્ષિત પરત લાવવા માટે બધા વિકલ્પોને શોધવામાં આવી રહ્યા છે.
Our deepest condolences to the Dawood family and the family of other passengers on the sad news about the fate of Titanic submersible in the North Atlantic. We appreciate the multinational efforts over the last several days in search of the vessel.
— Spokesperson 🇵🇰 MoFA (@ForeignOfficePk) June 22, 2023
ગુમ થયેલા સબમરીનમાં કોણ કોણ હતું સવાર?
નામીબિયાથી ચીત્તા લાવવામાં ભારતની મદદ કરનાર હામિશ હાર્ડિંગ
આ સબમરીનમાં ટાઈટેનિક જહાજના અવશેષને જોવા માટે પાંચ સદસ્યોને લઈ જવાની ક્ષમતા છે. તેમાં સવાર યાત્રીઓમાંથી એકની ઓળખ બ્રિટિશ વ્યવસાયી હામિશ હાર્ડિંગના રૂપમાં થઈ છે. 58 વર્ષીય હાર્ડિંગ એક એવિએટર, અંતરિક્ષ પર્યટક અને દુબઈ સ્થિત એક્સ એવિએશનના અધ્યક્ષ છે.
હાર્ડિંગે રવિવારે એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં કહ્યું હતું કે તેમણે ટાઈટેનિકની નીચે જતા મિશન ખાસ રીતે તેમના આએમએસ ટાઈટેનિક મિશનને ઓશનગેટ અભિયાનમાં શામેલ થવા પર ગર્વ છે. હામિશ હાર્ડિંગ એ શખ્સ છે જેમણે નામીબિયાથી ચિત્તા લાવવાની પરિયોજનામાં ભારત સરકારની સાથે સહયોગ કર્યો હતો. હાર્ડિંગને દુનિયાભરમાં તેમના સંશોધન વાળા અભિયાનો માટે જાણવામાં આવે છે.