તિરૂપતી લાડુ વિવાદમાં શ્રીશ્રી રવિશંકરનું સૂચન
આંધ્રપ્રદેશના પ્રખ્યાત તિરુપતિ મંદિરનાં લાડુ પ્રસાદમમાં ભેળસેળને લઈને દરેક લોકો ગુસ્સામાં છે. લાડુમાં પશુઓની ચરબી ભેળવવામાં આવતી હોવાને લઈને હોબાળો થઈ રહ્યો છે. આ દરમિયાન લાડુ વિવાદ પર આધ્યાત્મિક ગુરુ અને આર્ટ ઓફ લિવિંગના સંસ્થાપક રવિશંકરનું નિવેદન સામે આવ્યું છે. શ્રી શ્રી રવિશંકરે આ વિવાદ પર ઊંડી નારાજગી વ્યક્ત કરી હતી.
- Advertisement -
તેમણે કહ્યું, આ લોભની ચરમસીમા છે, ગુનેગારોને કડક સજા મળવી જોઈએ. શ્રી શ્રી રવિશંકરે કહ્યું કે, ભેળસેળમાં સંડોવાયેલાં તમામ લોકોની મિલકતો જપ્ત કરવી જોઈએ અને જે કોઈ પણ આ પ્રક્રિયામાં સામેલ છે તેને જેલમાં ધકેલી દેવા જોઈએ અને પ્રસાદની તપાસ કરવી જોઈએ. તેમણે પૂછ્યું કે શું કોઈ તપાસ કરી રહ્યું છે કે કંપનીઓ ઘીમાં શું નાખી રહી છે ?
જેઓ ખોરાકમાં ભેળસેળ કરે છે અને તેને શાકાહારી તરીકે લેબલ કરે છે અને તેમાં કોઈપણ પ્રકારનો માંસાહારી પદાર્થ ઉમેરે છે તેમને ખૂબ જ આકરી સજા થવી જોઈએ. રવિશંકરે કહ્યું કે, મંદિરનાં સંચાલન માટે આપણે એ જોવાની જરૂર છે કે તે સંતો, સ્વામીઓ અને આધ્યાત્મિક ગુરુઓની દેખરેખ હેઠળ એક કમિટી બનાવવાની જરૂર છે.
તેમણે કહ્યું કે ઉત્તર અને દક્ષિણ બંને જગ્યાએ આધ્યાત્મિક ગુરુઓએ મંદિરની સંભાળ લેવી જોઈએ. સરકાર તરફથી પણ એક વ્યક્તિ હોવી જોઈએ, પરંતુ તેને નાની ભૂમિકા ભજવવી પડશે. તેમણે કહ્યું કે મંદિરનાં મુખ્ય નિર્ણયો, દેખરેખ અને દરેક વસ્તુ અન્ય ધાર્મિક બોર્ડ જેમ કે શીખોની એસજીપીસી, મુસ્લિમ સંસ્થાઓ, ખ્રિસ્તી સંસ્થાઓ જેવી હોવી જોઈએ.
- Advertisement -




