આઝાદી કા અમૃત મહોત્સવ- હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત રાજકોટમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં તિરંગા યાત્રા યોજાઇ.
સમગ્ર દેશમાં 13થી 15 ઑગષ્ટ હર ઘર તિરંગા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ત્યારે સુરત, ઘાટલોડિયા, ઘાટલોડિયા સહિત તિરંગાયાત્રા કાઢવામાં આવી રહી છે ત્યારે આજે રાજકોટમાં વિશાળા તિરંગા યાત્રા નીકળી. બહુમાળી ભવન ચોકથી યાજ્ઞિકરોડ થઈ રાષ્ટ્રીયશાળા સુધી અઢી કિ.મી.ના રૂટ પર આયોજન કરવામાં આવ્યું છે. 2 કિલોમીટર લાંબી તિરંગાયાત્રામાં સીએમ ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, નવસારીના સાંસદ પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટિલ સહિત રાજકોટના ધારાસભ્યો અને રાજકીય આગેવાનો હાજર રહ્યા હતા.
- Advertisement -
આ એક જ એવો તહેવાર છે, જ્યાં- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
રાજકોટના જનમાર્ગો દેશભક્તિમય જોવા મળ્યા. તમામ લોકો હાથમાં તિરંગો લઇને આ યાત્રામાં ખૂબ ઉત્સાહ ભેર જોડાયા. યાત્રામાં ચારથી પાંચ મ્યુઝિક બેન્ડ તથા ઘોડેસવાર પોલીસ હાજર રહ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંબોધન કરતા જણાવ્યું કે આ એક જ એવો તહેવાર છે જેમાં કોઇ પણ પ્રદેશ, જાતિ, પ્રાંત, જ્ઞાતિ બધા જ એકમેક થઇને તહેવાર ઉજવી રહ્યા છીએ. ત્યારે આજે જે માહોલ છે તેવો જ માહોલ દેશ માટે આપણામાં સમાયેલો હોવો જોઇએ. 13થી 15 તારીખે હર ઘર તિરંગા અને ઘર ઘર તિરંગામાં સહભાગી બનીએ. દેશ માટેનો સૌથી સારામાં સારો અમૃતકાળ આપણા દેશનો બને તેઓ આપણો પ્રયાસ છે.
Live: આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં રાજકોટ ખાતે તિરંગા યાત્રા. https://t.co/Bem8FIm66U
— CMO Gujarat (@CMOGuj) August 12, 2022
- Advertisement -
હર્ષ સંઘવીએ રાજકોટવાસીઓને લેવડાવી પ્રતિજ્ઞા
તો ગૃહરાજ્યમંત્રીએ આ પ્રસંગે સંબોધન કરતા જણાવ્યું કે, આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવા જઇ રહ્યા છે. આખો દેશ એક થઇને આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છીએ ત્યારે રાજકોટે એક નવો ઇતિહાસ જોડ્યો છે. તેમણે રાજકોટ વાસીઓને આ પ્રસંગે ડ્રગ્સ ફ્રી ઇન્ડિયાની પ્રતિજ્ઞા લેવડાવી હતી.