ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ
હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત કોડીનારમાં વિશાળ તિરંગા રેલી યોજાઈ હતી. આ તિરંગા રેલીમાં વિદ્યાર્થીઓ અને નાગરિકો મોટી સંખ્યામાં જોડાયા હતાં. જ્યારે આ રેલી કોડીનારના મુખ્ય માર્ગો પર પસાર થઈ ત્યારે ‘વંદે માતરમ’ અને ‘ભારત માતા કી જય’ના ઉદઘોષ સાથે સમગ્ર વાતાવરણ દેશભક્તિમય બન્યું હતું. મ્યુનિસિપલ ગર્લ્સ હાઈસ્કૂલથી શરૂ થયેલી આ રેલી છારા ઝાપા, આંબેડકર ચોક, મેઈન બજાર, કોળી ચોરા, નાગલદેવી ચોક, સરકારી દવાખાનાથી થઈ અજંતા ટોકીઝ, બસ સ્ટેશન થી ફરી આ રેલીનું મ્યુનિસિપલ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે સમાપન થયું હતું.
‘સ્વતંત્રતા કા ઉત્સાહ, સ્વચ્છતા કે સંગ’: સોમનાથ સંસ્કૃત યુનિ. ખાતે વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.11
15મી ઓગસ્ટ પહેલા ગીર સોમનાથ જિલ્લામાં અનેકવિધ કાર્યક્રમો થકી તિરંગાનું મહત્વ અને ભારતીય એકતાને અભિવ્યક્ત કરતા કાર્યક્રમો થકી દેશભક્તિ પ્રબળ બની છે. શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ખાતે આવો જ એક દેશભક્તિસભર કાર્યક્રમ “હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા, સ્વતંત્રતા કા ઉત્સાહ, સ્વચ્છતા કે સંગ-2025” યોજાયો હતો. અનુસ્નાતક વિભાગ અને સંસ્કૃત કોલેજમાં “હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા, સ્વતંત્રતા કા ઉત્સાહ, સ્વચ્છતા કે સંગ -2025 ” અંતર્ગત વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકશ્રીઓના આ કાર્યક્રમમાં એન.એસ.એસ. પ્રોગ્રામ કો-ઓર્ડીનેટર અને પ્રોગ્રામ ઓફિસર ડો. જે.ડી.મુંગરા દ્વારા તિરંગા સેલ્ફી, હર ઘર સ્વચ્છતા, તિરંગા યાત્રા, દેશભક્તિ રંગોળી અને ‘હરઘરતિરંગા.કોમ’ પર પોતાની સેલ્ફી અપલોડ કરવા જેવી બાબતો પર માર્ગદર્શન આપવામાંઆવ્યુંહતું.



