એક સમયના મૈસૂરના શાસક ટીપુ સુલ્તાનની સોનાના પતરાથી મઢેલી તલવાર લંડનના બોનહમ્સના ઈસ્લામીક એન્ડ ઈન્ડીયન આર્ટ સેલમાં 14080900 પાઉન્ડ એટલે કે અંદાજે રૂા.144 કરોડમાં વેચાઈ હતી. 18મી સદીમાં મૈસુર પર શાસન કરનાર આ મહારાજા સુતા સમયે પણ આ તલવાર તેની પાસે રાખતો હતો. આ તલવારની મુઠ સોનાના પતરાથી મઢેલુ છે.
સ્ટીલની બનેલી આ તલવારને ‘સુબેલા’ એટલે કે સતાના પ્રતીક તરીકે ઓળખવામાં આવતી હતી. ઈસ્ટ ઈન્ડીયા કંપનીના આગમન બાદ ટીપુ સુલ્તાને અંગ્રેજો સામે લડાઈમાં અત્યંત બહાદુરી દર્શાવી હતી પણ એક અંગ્રેજ જનરલ ડેવિડ બેયર્ડ અત્યંત સાહસિકતા દર્શાવીને ટીપુ સુલ્તાનને ખત્મ કર્યા તે પછી તેની તલવાર જનરલ ડેવિડને ભેટ અપાઈ અને તે પછી બ્રિટન લઈ ગયા હતા. ઈસ્લામી અને ભારતીય કલાથી મઢેલ આ તલવાર બાદમાં પ્રાઈવેટ સંગ્રહાલયના હાથમાં ગઈ જેની રૂા.144 કરોડની કિંમત એક રેકોર્ડ ગણાય છે.
- Advertisement -