દિવાળીમાં હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે લોકો ઘરની સાફ સફાઈમાં વ્યસ્ત રહે છે. એમાં પણ જો તમે વર્કિંગ વુમન હોય તો ઘરનું કામ અને ઓફિસનું કામ મેનેજ કરવું મુશ્કેલ બની શકે છે. એવા તમે આ ટિપ્સ દ્વારા વર્ક લાઈફ બેલેન્સ કરી શકો છો.
પહેલાથી પ્લાનિંગ કરીને રાખો
– ઓફિસના કામ, મીટીંગો વગેરેની યાદી બનાવો અને દિવાળીની તૈયારીમાં તમને કેટલો સમય લાગી શકે એ લિસ્ટ બનાવો.
- Advertisement -
– કાર્યોની યાદી તૈયાર કરો- દિવાળી માટે તમારે કયા કામ, કેવી રીતે કરવાના છે તેની યાદી બનાવો. જેથી તમારા ભાગે રોજ થોડું થોડું કામ આવે. જેમકે સફાઈ, મીઠાઈ બનાવવી, ખરીદી કરવી વગેરે જેવા કામ સમયસર અને સરળતા થઈ શકે.
– દરેક કામ માટે સમય મર્યાદા નક્કી કરો જેથી કરીને તમે બધા કામ સમયસર પૂર્ણ કરી શકો.
પ્રાથમિકતા સેટ કરો
- Advertisement -
– પહેલા તે કામ પૂરા કરો જે સૌથી મહત્વપૂર્ણ છે, જેમ કે ઓફિસમાં કોઈ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ અથવા ઘરની સફાઈ વગેરે.
– ઓછા મહત્વપૂર્ણ કામને પાછળ માટે છોડી દો. આમાં એવા કામ સામેલ કરો, જેના વિના તમારા તહેવાર કે ઓફિસમાં કોઈ નુકસાન ન થાય.
– ઘરના કેટલાક કામ પરિવારના સભ્યોને સોંપી શકાય છે. ઓફિસના કામમાં તમે તમારા સહકર્મીઓની મદદ લઈ શકો છો. આથી બને એટલી મદદ લો.
ટાઈમ મેનેજ કરો
– રોજનું કે સાપ્તાહિક ટાઈમ ટેબલ બનાવો અને તેમાં તમામ કાર્યોને નિર્ધારિત સમય લખો. જેથી સમયસર કામ પૂરા થઈ જાય
– કામ કરતી વખતે નાના બ્રેક લેતા રહો જેથી તમે તાજગી અનુભવો અને કામમાં રસ જળવાઈ રહે.
– એક સમયે એક કાર્ય પર ધ્યાન કેન્દ્રિત કરો. જેથી થાક ઓછો લાગે.
– પૂરી ઊંઘ લેવી ખૂબ જ જરૂરી છે, જેથી કામના કારણે થાક દૂર થઈ જાય અને તહેવાર સમયે બીમાર ન પળો.
ટેકનોલોજીનો ઉપયોગ કરો
– જો સમય ઓછો મળતો હોય તો તમે ઓનલાઈન શોપિંગ પણ કરી શકો છો.
– તમે કેલેન્ડર એપ્લિકેશન્સ, ટુ-ડૂ લિસ્ટ એપ્લિકેશન્સ વગેરે જેવા ઓનલાઈન ટૂલ્સનો ઉપયોગ કરીને તમારું કામ મેનેજ કરી શકો છો.