ટાઇમ મેગેઝીનએ વર્ષ 2022માં દુનિયાના ટોપ 100 સૌથી પ્રભાવશાળી લોકોની લીસ્ટ જાહેર કરી છે. આ લિસ્ટમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન, યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લોદિમીર પુતિન, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ, એપ્પલના સીઇઓ ટિમ કુક અને મિશેલ ઓબામાના નામનો સમાવેશ થાય છે.
- Advertisement -
આ લિસ્ટને 6 કેટેગરીમાં ભાગ પાડવામાં આવ્યા છે. આ કેટેગરીમાં આઇક્નસ, પાયોનિયર્સ, ટાઇટન્સ, આર્ટિસ્ટ્સ,લીડર્સ અને ઇનોવેટર્સ છે. આ મેગેઝીનમાં મનોરંજન ક્ષેત્રથી જોડાયેલા લોકોમાં પીટ ડેવિડસન, અમાન્ડા સેફ્રાઇડ, સિમૂ લિયૂ, મિલા કુનિસ, ઓપરા વિનફ્રે, જેવા કેટલાય નામાંકિત લોકોને આ બહુમાન આપવામાં આવ્યું. તો એથ્લેટ્સમાં નાથન ચેન, અલેક્સ મોર્ગન, અલીન ગુ, કૈંડેસ પાર્કર, અલેક્સ માર્ગન, મેગન રૈપિનો અને રાફેલ નડાલનો સમાવેશ થાય છે. 100 સૌથી પ્રભાવશાળી લોકોમાં 18 વર્ષની અલીન ગુ છે, તો સૌથી વૃદુધ વ્યક્તિ રૂપે ફેથ રિંગગોલ્ડનું નામ છે, જેમની ઉંમર 91 વર્ષ છે.
ભારતીય બિઝનેસમેન ગૌતમ અદાણીને ટાઇમ્સ કેટેગરીમાં અમેરિકી હોસ્ટ ઓપરા વિન્ફ્રે અને એપ્પલના સીઇઓ ટિમ કુક જેવા લોકોને સ્થાન મળ્યું છે. ટાઇમમાં અદાણીની પ્રોફાઇલમાં કહેવામાં આવ્યું છે કે, અદાણીનો બિઝનેસ એરપોર્ટ, ખાનગી બંદરોથી લઇને ઉપભોક્તા વસ્તુઓ સુધી ફેલાઇ ગયો છે. અદાણી ગ્રુપ વિશ્વની છઠ્ઠી સૌથી મોટી અર્થવ્યવસ્થાની રાષ્ટ્રીય સ્તરની મોટી કંપની છે, જો કે, લોકોની નજરથી દૂર રહેતા અદાણી છુપી રીતે પોતાના સામ્રાજયને વધારી રહ્યા છે.
- Advertisement -
કરૂણા નંદી માટે ટાઇમ મેગેઝીનમાં કહેવામાં આવ્યું છે કે, તેઓ ફક્ત એક વકીલ નથી, પરંતુ એક કાર્યકર્તા છે જેઓ કોર્ટની અંદર અને બહાર પરિવર્તન માટે લડાઇ લડે છે. તેઓ મહિલાઓના અધઇકારોના એડવોકેટ છે, જેઓ બળાત્કાર વિરોધી કાયદામાં સુધારા માટે સલાહ આફી, અને ઓફિસમાં મહિલાઓ સાથે થતા શારીરિક શોષણ વિરૂદ્ધ કેસો લડયા. હાલમાં તેઓ વૈવાહિક બળાત્કારને કાનુની છુટ આપનાર ભારતના આ કાયદાને પડકારનાર લોકોમાંના એક છે.
તો બીજી તરફ ટાઇમ્સ માટે લખનાર પત્રકાર રાણા અયુબ્બએ કહ્યું કે, એશિયન ફેડરેશન અગેન્સ્ટ ઇનવોલન્ટરી ડિસઅપીયરેન્સના અધ્યક્ષ ખુરર્મ પરેજની ગયા વર્ષ નવેમ્બરમાં ધરપકડ કરવામાં આવી હતી, તેમણે ચુપ રહેવું પડયું હતું, કારણકે તેમની અવાજ કાશ્મીરના ક્ષેત્રમાં માનવાધિકારોના ઉલ્લંઘન અને અન્યાયની સામે દુનિયાભરમાં ગુંજે છે. મૃદુભાષી ખુર્રમ લગભગ એક આધુનિક ડેવિડ છે, જેમણે પરિવારની સમસ્યાને અવાજ આફી, જેમણે ભારતીય રાજય દ્વારા જબરદસ્તી ગુમ થયેલા પોતાના બાળકોને ખોઇ દીધા.