ડો. ગૌરાંગ વાઘાણીના નેતૃત્વ હેઠળ વિના ઓપરેશન નવીન એન્ડોવાસ્ક્યુલર પદ્ધતિથી સફળ થ્રોમ્બેક્ટોમિ સર્જરી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટની જાણીતી સ્ટર્લિંગ હોસ્પિટલમાં તાજેતરમાં એક એવા દર્દીની સફળ સારવાર કરવામાં આવી જેનું જીવન મગજની મુખ્ય નસ બ્લોક થવાથી ગંભીર રીતે જોખમમાં પડી ગયું હતું. મગજમાં થયેલા બ્લડ ક્લોટને કારણે દર્દીને હોસ્પિટલમાં દાખલ થયો હતો. હોસ્પિટલની ન્યુરો ટીમે દર્દીને તાત્કાલિક સારવાર આપીને નવજીવન પુન: પ્રાપ્ત કરાવ્યું. દર્દીને બિલકુલ વિચાર ન કરાય એવી સ્થિતિમાં હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. નોંધપાત્ર ઘટના એ હતી કે દર્દીને વગર કોઈ ઓપન સર્જરી, માત્ર મેકેનિકલ થ્રોમ્બેક્ટોમિ (ખઝ) પદ્ધતિ અને એન્ડોવાસ્ક્યુલર ટેકનિક વડે સારવાર આપવામાં આવી. ડો. ગૌરાંગ વાઘાણીની ટીમે માત્ર 24 કલાકમાં દર્દીની નસમાં રહેેલા બ્લોકેજ દૂર કરી, સંપૂર્ણપણે રક્ત પ્રવાહ પુન:પ્રસ્થાપિત કર્યો.
- Advertisement -
દર્દી ફક્ત બે જ દિવસમાં નવી જિંદગી સાથે પરત મળ્યો અને હકારાત્મક રીતે પોતાનું જીવન ફરી જીવવાનું શરૂ કર્યું. હોસ્પિટલના તબીબોએ જણાવ્યું હતું કે આ પ્રકારના કેસોમાં સમય ખૂબ જ અગત્યનો હોય છે અને ગોલ્ડન અવર્સ એટલે કે ઘટના બાદના પ્રથમ 6 કલાક એ ખૂબ જ નિર્ધારક હોય છે. ડો. ગૌરાંગ વાઘાણીના માર્ગદર્શન હેઠળ સ્ટર્લિંગ હોસ્પિટલમાં જિજ્ઞિંસય જ્ઞિં જયિંક્ષિં જેવી સર્વિસ 24ડ્ઢ7 ઉપલબ્ધ છે.
ડો. ગૌરાંગ વાઘાણીની જ્ઞાનસંપન્નતાની સાથે તેઓએ વિશ્વ વિખ્યાત સંસ્થાઓમાંથી ન્યુરોસર્જરીમાં વિશેષતા મેળવી છે. તેમણે મગજની ગાંઠ, માથાના ઇજા, ઘસારા પછીના મગજના રોગો, મિનિમલી ઇન્વેસિવ સ્પાઇન સર્જરી, અને કોમ્પ્લેક્સ ન્યુરોમસ્ક્યુલર કિસ્સાઓમાં વિશેષ યોગદાન આપ્યું છે. સ્ટર્લિંગ હોસ્પિટલમાં છેલ્લા 9 વર્ષથી જિજ્ઞિંસય ઞક્ષશિં કામગીરી કરી રહી છે અને અત્યાર સુધીમાં અનેક જીવલેણ કિસ્સાઓમાં દર્દીઓને નવો જન્મ અપાવ્યો છે. ન્યુરોસર્જન ડો. રાકેશ શાહ, ડો. રવિ મિસ્ત્રી, ડો. જિનલ શાહ, ન્યુરોએનસ્થેટિસ્ટ ડો. હર્ષિતા પટેલ, ન્યુરોક્રિટિકલ કેર એક્સપર્ટ ડો. પ્રજ્ઞેશભાઈ મેઘાણી તથા ઈંઈઞ ટીમ અને નર્સિંગ સ્ટાફ દ્વારા અવિરત તત્પરતાથી સેવા આપવામાં આવી. સ્ટર્લિંગ હોસ્પિટલના જમનાદાસ ડિરેક્ટર ડો. જયેશ ડાંગરાએ જણાવ્યું કે, આવું આધુનિક ઇમરજન્સી ન્યુરો કેર સેટઅપ માત્ર અમદાવાદ કે મુંબઈમાં જ નહીં પણ હવે રાજકોટમાં પણ ઉપલબ્ધ છે.



