2016માં પણ સન્માન મળ્યું હતું
ખાસ-ખબર ન્યૂઝ અમેરિકા, તા.13
ટાઈમ મેગેઝીને ગુરુવારે અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને 2024 માટે પર્સન ઓફ ધ યર તરીકે પસંદ કર્યા છે. 2016 પછી આ બીજી વખત છે જ્યારે ટ્રમ્પને પર્સન ઓફ ધ યર પસંદ કરવામાં આવ્યા છે. ટાઈમ પર્સન ઓફ ધ યર તરીકે કોઈને પણ પસંદ કરી શકાય છે, એ જરૂૂરી નથી કે તેણે સારું કામ કર્યું હોય.
- Advertisement -
પર્સન ઓફ ધ યર બન્યા બાદ ટ્રમ્પ હવે ન્યૂયોર્ક સ્ટોક એક્સચેન્જના ટ્રેડિંગ ડેની શરૂઆતની બેલ વગાડશે. કોઈપણ વ્યક્તિ માટે આ એક મહાન સન્માન માનવામાં આવે છે. આ વર્ષના એવોર્ડ માટેની રેસ ટ્રમ્પ, કમલા હેરિસ, ઈલોન મસ્ક, બેન્જામિન નેતન્યાહુ અને પ્રિન્સેસ ઑફ વેલ્સ કેટ મિડલટન વચ્ચે હતી.
ટ્રમ્પે ઘણી વખત ટાઇમ મેગેઝીનની ટીકા કરી છે
ડોનાલ્ડ ટ્રમ્પ અને ટાઈમ મેગેઝિન વચ્ચે સારા સંબંધો નહોતા. ટ્રમ્પે ઘણી વખત તેની ટીકા કરી છે. 2012માં તેમણે કહ્યું કે ટાઇમ મેગેઝિને 100 સૌથી શક્તિશાળી લોકોમાં તેમનો સમાવેશ ન કરીને તમામ વિશ્ર્વસનીયતા ગુમાવી દીધી છે.
2015માં જ્યારે જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલ પર્સન ઑફ ધ યર બન્યા, ટ્રમ્પે ટ્વિટર પર લખ્યું (હવે તેઓએ એક એવી વ્યક્તિને પસંદ કરી છે જે જર્મનીને બરબાદ કરી રહી છે.
2016માં પર્સન ઓફ ધ યર બનવા પર ટ્રમ્પે તેને એક મહાન સન્માન ગણાવ્યું હતું. બીજા વર્ષે ટ્રમ્પે કહ્યું કે જો તેઓ ઈન્ટરવ્યૂ અને ફોટોશૂટ માટે સંમત થયા હોત તો તેમને 2017માં પણ આ ટાઈટલ આપવામાં આવ્યું હોત. જો કે, ટાઈમ મેગેઝીને આ દાવાને ફગાવી દીધો હતો.