વર્લ્ડકપ 2023ની ફાઇનલ મેચને લઈ સ્ટેડિયમમાં 1 IG, 20 ACP, 145 PSI સહિત 13 DCP સુરક્ષામાં તૈનાત કરાયા છે. સ્ટેડિયમમાં કુલ 2800 પોલીસકર્મીઓ તૈનાત રહેશે
અમદાવાદમાં વર્લ્ડકપ 2023ની ફાઇનલ મેચને લઇ ઉત્સવ જેવો માહોલ સર્જાયો છે. લાખો પ્રેક્ષકોની સુરક્ષાને લઇ શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. અત્રે અમદાવાદમાં લોખંડી બંદોબસ્તની વાત કરવામાં આવે તો સ્ટેડિયમમાં 4 હજાર જેટલા પોલીસકર્મીઓની તૈનાત કરવામાં આવી છે. જ્યારે શહેરના રસ્તાઓ પર 5 હજાર પોલીસકર્મીઓની તૈનાતી જોવા મળી રહી છે.
- Advertisement -
સ્ટેડિયમમાં કુલ 2800 પોલીસકર્મીઓ તૈનાત
મેચની ઉજવણીને લઇ સમગ્ર શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સ્ટેડિયમમાં 1 IG, 20 ACP, 145 PSI સહિત 13 DCP સુરક્ષામાં તૈનાત કરાયા છે. સ્ટેડિયમમાં કુલ 2800 પોલીસકર્મીઓ તૈનાત રહેશે. તો બીજી તરફ શહેરની વાત કરવામાં આવે તો 4 IGP, 27 ACP, 230 PSI તૈનાત રહેશે. શહેરમાં ટ્રાફિક પોલીસમાં 1 IGP, 11 ACP, 36 PSI સુરક્ષામાં તૈનાત રહેશે.
નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડીયમ' મોટેરા, સાબરમતી ખાતે ICC CRICKET WORLD CUP – 2023 ની કૂલ ૫-મેચો રમાનાર હોય જે મેચો દરમિયાન નીચે જણાવેલ માર્ગ પરથી પસાર થતો ટ્રાફિક તમામ પ્રકારના વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત/ડાયવર્ઝન કરવામાં આવે છે.@sanghaviharsh @GujaratPolice pic.twitter.com/tGoJDukXqm
— Ahmedabad Police અમદાવાદ પોલીસ (@AhmedabadPolice) November 17, 2023
- Advertisement -
અમદાવાદના આટલાં રસ્તા બંધ
જનપથથી મોટેરા સ્ટેડિયમ મુખ્ય ગેટ થી કૃપા રેસિડેન્સી થઈ મોટેરા ટી સુધીનો રસ્તો બંને બાજુએ બંધ રહેશે. જેનો ડાયવર્ઝન માર્ગ તરીકે તપોવન સર્કલથી ઓ.એન.જી.સી ચાર રસ્તાથી વિસત ટીથી જનપથ ટી થઈને પાવર હાઉસ ચાર રસ્તા થઈ પ્રબોધરાવળ સર્કલ સુધીના જતા-આવતા માર્ગ પરથી અવર-જવર કરી શકાશે. અન્ય માર્ગ કૃપા રેસિડેન્સીથી શરણ સ્ટેટસ ચાર રસ્તા થઈ ભાટ કોટેશ્વર રોડ થઈ અપોલો સર્કલ તરફ અવર-જવર કરી શકાશે.
મેટ્રોમાં પણ મહત્વનો ફેરફાર
આ ફાઈનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાવાની છે. ત્યારે આ સ્ટેડિયમમાં 1 લાખથી વધુ દર્શકો મેચ નીહાળવાના છે. જેને લઈ અમદાવાદના કેટલાક રસ્તાઓ સવારે 11 વાગ્યાથી લઈ 12 વાગ્યા સુધી બધ રાખવાનો નિર્ણય કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જે ફાઈનલ મેચને લઈ સવારે 6.20થી લઈ રાત્રે 1 વાગ્યા સુધી મેટ્રો દોડશે. જેમાં મુસાફરોને દર 12 મિનિટે મેટ્રો મળી રહે તે રીતે દોડશે. જેમાં ખાસ સુવિધામાં એ ફેરફાર કરાયો છે કે, પ્લાસ્ટિકની ટોકનની જગ્યા મુસાફરોને પેપરની ટિકિટ અપાશે.