પોલીસે 6 અરજદારોને પોણા બે લાખથી વધુ રકમ પરત અપાવી
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ શહેરમાં રોજ બરોજ ઓનલાઇન ટ્રાન્જેક્શનથી થતી છેતરપિંડી અંગેની ફરિયાદમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે વધતા જતા સાયબર ફ્રોડના બનાવોને અટકાવવા માટે રાજકોટ શહેર પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. રાજકોટમાં ફેસબુક પર આપેલ પાર્ટટાઈમ જોબની જાહેરાતમાં સંપર્ક કરતા અલગ અલગ બહાને ઓનલાઇન ટ્રાન્જેક્શન કરાવી રૂ.31,500 પડાવી લેવાના બનાવમાં પોલીસે અરજદારને તમામ રકમ પરત અપાવી જેની સાથે અન્ય 5 અરજદારોની મળી કુલ 1.79 લાખથી વધુ રકમ પરત અપાવવામાં આવી છે.
- Advertisement -
રાજકોટના એક અરજદાર દ્વારા ફેસબુક ઉપર આવેલ પાર્ટ ટાઈમ જોબની જાહેરાતમાં આપેલ સંપર્ક કરી પાર્ટટાઈમ જોબ મેળવવા વાત કરતા સામે વાળી વ્યક્તિએ પ્રથમ પ્રોસેસ ફીના નામે રૂ.370 અને બાદમાં અલગ અલગ બહાને કુલ રૂપિયા 31,500 પડાવી લીધા હતા. લાંબા સમય સુધી જોબ ન મળતા તેમની સાથે ફ્રોડ થયાની જાણ થતા અરજી કરી હતી. જેના આધારે બી ડિવિઝન પોલીસ સ્ટેશનની નાણાકીય ફ્રોડ ડિટેક્શન ટીમ દ્વારા તપાસ હાથ ધરી ઓનલાઇન રકમ જે બેંક ખાતામાં ગઈ તે બેંક એકાઉન્ટ ફ્રીઝ કરાવી પોતાની ગયેલ રકમ પરત મળે તે માટે કોરમાં અરજી કરી ફ્રોડમાં ગયેલ તમામ 31,500 રકમ પરત અપાવેલ છે.