વિજ્ઞાન જાથા અને કીર્તિમંદિર પોલીસની સંયુક્ત તપાસમાં ઢોંગી બાબાની કાળકપટ લીલાઓ ઉઘડી
મુસ્લિમ વેશ ધારણ કરી લોકોના દુ:ખ દૂર કરવાનું કરતો હતો ધતિંગ
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
પોરબંદર શહેરના નાગારવાડા વિસ્તારમાં ત્રણ દાયકાથી ધતીંગનો કારસો ચલાવતા રાજેશ ફકીરાનું ભાંડાફોડ કરવામાં આવ્યું છે. વિજ્ઞાન જાથા અને કીર્તિમંદિર પોલીસ સ્ટેશનના સ્ટાફે સંયુક્ત કામગીરી કરી આ ઢોંગી બાબાની કપટલીલા પર્દાફાશ કરી છે. આ બાબો માનસીક રીતે પીડિત દર્દીઓને છેતરવામાં આગળ હતો અને ધર્મના નામે લોકો પાસેથી નાણા ખંખેરી રહ્યો હતો. અવધિગત મીરાદાતારબાપુની જગ્યામાં રાજેશ ફકીરા નામના આ શખ્સે ધર્મના પડછાંવળે ફકીરીનો ધંધો શરૂ કર્યો હતો. આસપાસના જિલ્લાઓ તેમજ મુંબઈથી લોકો અહીં મંતરાયેલું પાણી અને ભભૂતી લેવા માટે આવતા હતા.
- Advertisement -
ગુરુવાર અને શુક્રવારના દિવસે અહીં દર્શન માટે લોકોની લાંબી કતારો લાગતી હતી. માનવ જીવન સાથે છેતરપીંડીના આ કિસ્સામાં ઘણા પીડિતોએ વિજ્ઞાન જાથાને માહિતી આપી હતી, જેના આધારે 1253મા પર્દાફાશ તરીકે આ બાબાની કાળકપટ કાળીમા ખુલી પાડી છે. દરરોજ રાત્રીના સમયે, માનસીક રીતે પીડિત દર્દીઓને અમાનુસી ત્રાસ આપવાનો આ શખ્સનો કારસ્તાન હોય તેવા વિજ્ઞાન જાથાએ ખુલાસો કર્યો છે. વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા અને કીર્તિમંદિર પોલીસ સ્ટેશનના સ્ટાફે મળી એક સપ્તાહ સુધી ચાલેલી તપાસમાં આ શખ્સને પકડી પાડ્યો હતો. જિલ્લા પોલીસ વડાએ આ માટે ખાસ પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો. આ પગલાંથી પોરબંદરમાં માનવ જીંદગી સાથે છેતરપીંડીનો આ દોર કાયમ માટે બંધ થયો છે.