11 મિત્રો બે દિવસની રજામાં સેલ્ફમાં કાર ભાડે લઇ દીવ-સોમનાથ ફરવા જતા હતા
ત્રણેય મૃતકો તેલંગાણા અને આંધ્રપ્રદેશના વતની: પરિવારને જાણ કરવામાં આવી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
જસદણના આટકોટ નજીક જંગવડ પાસે ગત મોડી રાત્રે ઈનોવા કાર પલ્ટી મારી જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં રાજકોટ ભાવનગર હવે રોડ પર આવેલ આરકે યુનિવર્સિટી કોલેજના ત્રણ છાત્રોના કમકમાટીભર્યા મૃત્યુ નિપજ્યા છે જ્યારે અન્ય ત્રણ છાત્રોનો નજીવી ઈજા સાથે બચાવ થયો હતો 11 જેટલા છાત્રો સેલ્ફ ડ્રાઈવમાં કાર ભાડે કરીને બે દિવસ માટે સોમનાથ-દિવના પ્રવાસે જવા નીકળ્યા હતાં ત્યારે આ કરુણાંતિકા સર્જાઈ હતી બનાવની જાણ થતા આટકોટ પોલીસ, કોલેજ સ્ટાફ, સાથી છાત્રો સહિતના ઘટનાસ્થળે દોડી ગયા હતા પોલીસે ત્રણેય મૃતદેહ પીએમ અર્થે સિવિલ હોસ્પિટલે ખસેડયા હતા ત્રણેય મૃતક અન્ય રાજ્યના હોઈ તેમના પરિવારજનોને જાણ કરવામાં આવી છે બનાવને પગલે કોલેજ કેમ્પસમાં પણ શોક વ્યાપી ગયો છે.
અકસ્માત અંગે પ્રાપ્ત વિગતો મુજબ મોડી રાત્રે એકાદ વાગ્યે આટકોટના જંગવડ પાસે જીજે01એચડબલ્યુ-7774 નંબરની ઇનોવા કર પલ્ટી મારી જતાં કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને દેકારો મચી ગયો હતો બનાવને પગલે લોકો એકઠા થઈ ગયા હતા અને પોલીસ તેમજ 108ને જાણ કરતાં તુરંત સ્ટાફ દોડી આવ્યો હતો પ્રાથમિક તપાસમાં બે યુવાનના ઘટના સ્થળે જ મોત થયા હોવાનું જાણવા મળ્યું હતું જયારે એક ગંભીર રીતે ઘવાયેલા યુવાનને સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો તેણે પણ અહીં દમ તોડી દેતા કુલ મૃત્યુઆંક ત્રણ થયો હતો જયારે અન્ય ચાર જેટલા ઈજાગ્રસ્તોને આટકોટ કે. ડી. પરવાડીયા હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જે માં ત્રણેકને નજીવી ઈજા હોઈ પ્રાથમિક સારવાર આપવમાં આવી હતી જ્યારે એકને ફ્રેકચર જેવી ઈજા જણાતાં રાજકોટ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. બનાવની જાણ થતાં આટકોટ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ તાબડતોબ દોડી ગયો હતો પોલીસની પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળ્યું હતું કે ઈનોવા કારમાં રાજકોટની આરકે યુનિવર્સિટીના 11 જેટલા વિદ્યાર્થીઓ હતાં જે મોટાભાગના આઉટ સ્ટેટના છે બે દિવસની રજા રાખી સેલ્ફ ડ્રાઈવમાં ઈનોવા ગાડી ભાડે કરીને સોમનાથ દિવના પ્રવાસે જવા માટે નીકળ્યા હતાં અને જંગવડ પાસે કોઈ કારણોસર કાર પલ્ટી મારી જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં તેલંગણાનો મોથે હર્ષા મોથે રાજુ હનમાકોંડા ઉ.19, સૈયદ આફરીદ સૈયદ અહમદ ઉ.19નું ગંભીર ઇજા થઇ હોવાથી ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું જ્યારે આંધ્રપ્રદેશના વતની એવા છાત્ર કોડવતી નરેશ કોડવતી સુબ્બારાઓ ઉ.19એ રાજકોટમાં સિવિલ હોસ્પિટમલાં દમ તોડી દીધો હતો આ બધા છાત્રો કોમ્પ્યુટર એન્જિનીયરીંગ સહિતના અલગ અલગ અભ્યાસ કરતાં હતાં મૃત્યુ પામનારા છાત્રો આરકે કોલેજની હોસ્ટેલમાં જ રહેતાં હતાં. બનાવની જાણ થતાં કોલેજના સંચાલકો, હોસ્ટેલના રેક્ટ2 સહિતના ઘટના સ્થળ અને હોસ્પિટલે પહોંચી ગયા હતાં.
- Advertisement -
આટકોટ પોલીસે દોડી જઈ અકસ્માત અંગે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી હતી ત્રણેય મૃતકો અન્ય રાજ્યના હોવાથી તેમના પરિવારજનોને આ અંગે જાણ કરવામાં આવી છે તેમના પરિવારજનો ન આવે ત્યાં સુધી ત્રણેય મૃતદેહ હાલ પીએમ બાદ કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યા છે બનાવને પગલે ભારે શોક વ્યાપી ગયો છે ત્રણ મિત્રોની દીવની સફર અંતિમ સફર બની રહી હતી.
કારચાલક આફરીદને ઊંઘ આવી ગયાનું અનુમાન
આરકે યુનિવર્સીટીના 11 જેટલા છાત્રો સોમનાથ અને દીવના પ્રવાસે નીકળ્યા હતા ત્રણ મૃતકો પૈકી આફરીદ કાર ચલાવતો હતો મોડી રાત્રે તેને ઝોકું આવી જતા સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવ્યો હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે ચર્ચાતી વિગતો મુજબ તમામ છાત્રો દ્વારકા ફરવા જવાનું કહી દીવ જવા નીકળયા હોવાનું પણ જાણવા મળ્યું છે.