– દિવસેને દિવસે કાબૂ બહાર જઈ રહેલી સ્થિતિ: ઝીરો કોવિડ પોલિસીમાં ઢીલ દેતાં જ કેસ-મૃત્યુની સંખ્યા વધવા લાગી
ચીનમાં ઝીરો કોવિડ પોલિસીમાં ઢીલ આપતાની સાથે જ લાખો લોકોના કોરોના સંક્રમિત થવા અને લાખોના મોત થયા હોવાની આશંકા સેવાઈ રહી છે. અહેવાલો પ્રમાણે લોકોને હોસ્પિટલમાં દાખલ કરાવવા અને અંતિમવિધિ કરાવવા તેમજ દાખલ થવા માટે લાઈનમાં ઉભું રહેવું પડી રહ્યું છે કેમ કે દર્દીઓઅને મૃતકોની સંખ્યામાં વધી રહી છે. આગલા ત્રણ મહિનામાં ચીનમાં ત્રણ કોરોના લહેર આવે તેવી શક્યતા છે જેમાં 10 લાખથી વધુ લોકોના મોત થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે જેના કારણે દુનિયાભરમાં અત્યારે ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
- Advertisement -
ઑક્ટોબર સુધી ચીન કોરોના વિરુદ્ધ પોતાની ઝીરો કોવિડ પોલિસીના દમ પર યુદ્ધસ્તરે ઝઝૂમી રહ્યું હતું પરંતુ લૉકડાઉન વિરુદ્ધ શરૂ થયેલા આંદોલનોએ તેને પ્રતિબંધોમાં ઢીલ આપવા માટે મજબૂર કર્યું હતું. આ પછી સ્થિતિ ઝડપથી બગડવા લાગી છે. ત્રણ વર્ષ પહેલાં ડિઇેમ્બરમાં જ દુનિયાનો સૌથી પહેલો કેસ ચીનમાં મળ્યો હતો અને ત્યારથી ડ્રેગન તેની સામે જંગ લડી રહ્યું છે.
મહામારી નિષ્ણાત એરિક ફેગલ ડિંગે વીડિયો શેયર કરીને ચેતવ્યા કે ચીનમાં કોરોનાને કારણે સ્થિતિ બગડી રહી છે. દેશભરમાં સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. ડિંગ અમેરિકી સાર્વજનિક સ્વાસ્થ્ય વૈજ્ઞાનિક છે. તે અત્યારે ન્યુ ઈંગ્લેન્ડ કોમ્પલેક્સ સિસ્ટમ્સ ઈન્સ્ટીટયુટમાં કોવિડ ટાસ્ક ફોર્સના પ્રમુખ છે.
અહેવાલો પ્રમાણે ચીન કોરોનાના આંકડાઓને સતત છુપાવી રહ્યું છે. નવેમ્બર મધ્ય સુધી 11 મોતની સત્તાવાર જાણકારી અપાઈ હતી જ્યારે રોજ 10,000થી વધુ સંક્રમિતો મળી રહ્યા છે. બીજી બાજુ અંત્યેષ્ટી સ્થળો અને હોસ્પિટલોના વીડિયો કંઈક બીજું જ કહી રહ્યા છે. સોશ્યલ મીડિયામાં વાયરલ વીડિયોમાં દાવો કરવામાં આવ્યો છે કે ચીનની હોસ્પિટલો કોરોના દર્દીઓથી ઉભરાઈ રહી છે અને અંતિમવિધિ માટે લોકોની લાંબી લાંબી લાઈનો લાગી ગઈ છે.
- Advertisement -
હોસ્પિટલના શબઘરોના કર્મચારીઓને વધુ સંખ્યામાં તૈનાત કરવા પડી રહ્યા છે કેમ કે કોવિડથી મોતની સંખ્યા સતત વધી રહી છે. ચીનના ટોચના સ્વાસ્થ્ય અધિકારી ડૉ.વૂ.જૂન્યોએ કહ્યું કે કોરોના સંક્રમણ આગલા વર્ષે માર્ચના મધ્ય સુધી ઝડપથી વધશે અને આ ત્રણ મહિનામાં ત્રણ લહેરોથી આખો દેશ પ્રભાવિત થશે. અત્યારે દેશ કોરોનાની પહેલી લહેરથી પીડિત અછે બીજી લહેર જાન્યુઆરીના અંતમાં આવવાની શક્યતા છે.
અત્યારે 21 જાન્યુઆરીથી ચીનમાં સપ્તાહભરના ચીની નવા વર્ષ સમારોહ ઉજવાશે અને લોકો રજાઓ માણવા માટે પરિવાર સાથે યાત્રા કરશે. ત્રીજી લહેર ફેબ્રુઆરીના અંતથી માર્ચના મધ્ય સુધી આવી શકે છે કેમ કે રજા માણ્યા બાદ લોકો કામ પર પરત ફરશે. ડૉ.વૂ.જૂન્યોનું આ નિવેદન અમેરિકાના એક પ્રતિષ્ઠિત સંસ્થાનના ચાલું સપ્તાહે આવેલા એક રિપોર્ટ બાદ આવ્યું છે જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે 2023માં કોવિડ સંક્રમણથી ચીનમાં 10 લાખ લોકોના મોતની આશંકા છે.