ટાટા ડીઈએફના બ્રાન્ડ નેમનો દુરુપયોગ કરી વેચાણ કરતા હતા
ખાસ-ખબર ન્યૂઝ વાંકાનેર
વાંકાનેર સિટી પોલીસે નકલી ઓઇલના વેચાણના રેકેટનો પર્દાફાશ કરી ત્રણ શખ્સની ધરપકડ કરી છે. ટાટા ડીઈએફ (યુરિયા) કંપનીના ટ્રેડમાર્ક સ્ટીકરનો ઉપયોગ કરી ડુપ્લિકેટ ઓઇલનું વેચાણ કરતા આ શખ્સો પાસેથી કુલ 27 હજાર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. કંપનીના કર્મચારી પરશુરામ સુખદેવ કારંડે (ઉ.49)ની ફરિયાદના આધારે પોલીસે દીપકકુમાર રામબહાદુર કશ્યપ (26), ફુવારામ મુલારામ જાટ (21) અને રાજુભાઈ ભીમાભાઇ ઓળકિયા (27)ની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી ડુપ્લિકેટ ઓઇલની 14 ડોલ, 200 લિટર લુઝ ઓઇલ અને અન્ય સામગ્રી મળી આવી છે.
દીપકકુમાર પાસેથી 10 ડોલ, ફુવારામ પાસેથી 4 ડોલ અને રાજુભાઈ પાસેથી પાઇપ નોઝલ તેમજ ડીઈએફ યુરિયાનો 200 લીટર જથ્થો કબજે કરવામાં આવ્યો છે. પોલીસે આરોપીઓ વિરુદ્ધ કોપીરાઇટ અને ટ્રેડમાર્ક એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.
- Advertisement -
ઉલ્લેખનીય છે કે, ટાટા ડીઈએફ કંપની તેના ઓઇલના ડોલ પર સ્કેનર મૂકે છે, જેના દ્વારા ઓઇલની અસલિયત ચકાસી શકાય છે. વાંકાનેર તાલુકા પોલીસે આ રેકેટ કેટલા સમયથી ચાલતું હતું અને તેમાં કોણ કોણ સંડોવાયેલું છે તેની તપાસ શરૂ કરી છે.