ચાર પાક નાગરિકોનો દાયકાઓથી રાજકોટમાં વસવાટ
રાજકોટ જિલ્લાના લોધિકામાંથી ચાર પાકિસ્તાની નાગરિકો પકડાયા છે, જેમાંથી એક સગીર હોવાનું જણાય છે. આ ચાર પાક નાગરિકો બે દાયકાઓથી રાજકોટમાં વસવાટ કરી રહ્યા છે. રાજકોટ ગ્રામીણ સ્થાનિક ગુના શાખા (LCB) ટીમ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી છે.
- Advertisement -
ગેરકાયદેસર રીતે વસવાટ કરવા અને ઇમિગ્રેશન કાયદાના ઉલ્લંઘનને ધ્યાનમાં રાખી સરકારે કડક પગલાંઓ ભરવાનું શરૂ કર્યું છે. રાજકોટ રેન્જ IG અશોકકુમાર યાદવ અને જિલ્લા પોલીસ વડા હિમકરસિંહ માર્ગદર્શિત તપાસ કામગીરી શરૂ કરવામાં આવી છે. આ દરમિયાન રાજકોટ ગ્રામ્ય LCB ટીમને ચોક્કસ માહિતી પ્રાપ્ત થયેલ કે લાધુકા તાલુકામાં પાકિસ્તાની નાગરિકોનો ગેરકાયદે વસવાટ ચાલી રહ્યો છે.
LCB ટીમની કાર્યવાહી શરૂ
ટીમ સ્થળ પર પહોંચી ત્યારે તપાસ હાથ ધરતાં આ પાકિસ્તાની પરિવારની જાણ થઇ. પૂછપરછ દરમિયાન ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ જેવા પુરાવાઓ માંગવામાં આવ્યા જે પરિવાર પાસેથી પ્રાપ્ત થયા નહીં અને સામે આવ્યું કે તેઓ છેલ્લા દોઢ-બે દાયકાઓથી રાજકોટમાં રહે છે. તે સમયે પાકિસ્તાનથી રાજકોટ આવ્યા પરંતુ પરત ફર્યા નહોતા.
- Advertisement -
હાલ ઉચ્ચ અધિકારીઓ તેની વધુ તપાસ અને પૂછપરછ કરી રહ્યા છે. તેમના પાકિસ્તાન પરત ન ફરવાનાં કારણો જાણવા ટીમ કાર્યરત છે અને તે પરિવારની અટકાયત કરવામાં આવેલ છે.