મંડોર, ભાચા અને લાટી ગામે વિદ્યાર્થીઓને મળશે સુવિધાસભર શિક્ષણ
ધારાસભ્ય ભગવાન બારડના હસ્તે લાટીની શાળામાં 20 બાળકોને પ્રવેશ અપાયો
ખાસ-ખબર ન્યૂઝ ગીર સોમનાથ, તા.6
શિક્ષક દિવસ નિમિત્તે ગીર સોમનાથ જિલ્લામાં ત્રણ વેરાવળ તાલુકાનું મંડોર, ઉના તાલુકાનું ભાચા, સુત્રાપાડા તાલુકાના લાટી ગામે નવી ત્રણ સરકારી શાળાઓ શરૂ કરવામાં આવી છે. ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકાના લાટી ગામે રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં જ મંજૂર થયેલી સરકારી માધ્યમિક શાળાનું ધારાસભ્ય ભગવાન બારડના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
- Advertisement -
સૂત્રાપાડા તાલુકાના લાટી ગામે શિક્ષક દિન નિમિત્તે નવી સરકારી માધ્યમિક શાળા મંજૂર થતા શ્રી લાટી પ્રાથમિક શાળાના પટાંગણમાં ધારાસભ્ય ભગવાન બારડના હસ્તે નવી સરકારી માધ્યમિક શાળાના ધોરણ 9ના 20 જેટલા બાળકોએ પ્રવેશ લીધો હતો.
નવી સરકારી શાળા મંજૂર થતાં ગામ લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ધારાસભ્યશ્રી, ગામના આગેવાનો અને શિક્ષકો દ્વારા ધોરણ 9 ના વર્ગની રિબિન કાપી વર્ગ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.
પ્રવેશ મેળવેલા તમામ બાળકોને પુસ્તક અને મીઠાઇ આપી ધારાસભ્ય દ્વારા અભિવાદન કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય ભગવાનભાઇ બારડ દ્વારા ઉદબોધન આપવામાં આવ્યું હતું અને છેલ્લે આચાર્ય વાઢેરભાઇ દ્વારા આભારવિધિ કરી કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો.



