જૂનાગઢમાં આવારા તત્વોનો ત્રાસ
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ શહેરના ઝાંઝરડા રોડ રેલ્વે અંડરબ્રિજની પાસે ગત રાત્રીના સમયે બની ઘટના જેમાં અજાણ્યા સફેદ બર્ગમન સાથે ત્રણ સવારીમાં આવેલ શખ્સોએ વિવેક કાનાબાર નામના યુવક સાથે ધોલ ધપાટ કરી માથાકૂટ કરી હતી જેમાં બાઈક ઉપર સવાર અન્ય બે શખ્સો પણ માર મારવામાં સાથ આપતા લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા અને આરોપીઓ નાસી છૂટ્યા હતા આ બનાવ પગલે સ્થાનિક લોકો બી.ડીવીઝન પોલીસ મથકે પોહચી આરોપીને ઝડપી લેવાની માંગ કરી હતી ત્યારે પોલીસે તમામ બનાવ સંદર્ભે ઊંડાણ પૂર્વક તપાસ કરીને કડક કાર્યવાહી કરવાની ખાત્રી આપતા મામલો થાળે પડ્યો હતો.