જૂનાગઢ સહિત મંદિરોમાં ચોરી કરનાર ટોળકીના ત્રણ ઈસમો ઝડપાયા
જૂનાગઢ, રાજકોટ, અમરેલી, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, દાહોદના ગુના ડીટેક્ટ
- Advertisement -
આરોપી પાસેથી સોનાં-ચાંદી સહિત રૂ.2.16 લાખનો મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ સહીત રાજ્યના આંતર જિલ્લામાં મંદિર ચોરીના બનાવનો ભેદ ઉકેલવા રેન્જ આઇજી નીલેશ જાંજડીયા માર્ગદર્શન હેઠળ પોલીસ અધિક્ષક હર્ષદ મેહતાની સૂચનાથી એલસીબી પીઆઇ જે.જે.પટેલ અને પીએસઆઇ ડી.કે.ઝાલા સહીત પોલીસ સ્ટાફ દ્વારા મંદિરમાં થતી ચોરીનો ભેદ ઉકેલવામાં સફળતા મળી હતી જેમાં મંદિર ચોરી કરતી ટોળકીના ત્રણ સાગરીતોને ઝડપી લેવામાં આવતા તેની પાસેથી ચાંદીના છત્તર, સોનુ અને ચાંદીના ઢાળીયા મળી કુલ.રૂ.2,16,954નો મુદામાલ કબ્જે કરીને ત્રણ ઈસમોને ઝડપીને 55 ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી હતી. જૂનાગઢ એસપી હર્ષદ મેહતાના જણાવ્યા અનુસાર આંતર જિલ્લામાં અનેક મંદિરોને નિશાન બનાવી ચોરી કરનાર ત્રણ ઈસમોને ઝડપી પાડવામાં ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે. જયારે જૂનાગઢ, રાજકોટ, અમરેલી, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને દાહોદ વિસ્તારમાં મંદિર ચોરીના અનડીટેકના કુલ 7 ગુનાની કબુલાત સાથે અન્ય કુલ 55 ગુનાનો ભેદ ઉકેલાયો છે અને ઝડપાયેલ ઇસમો પાસેથી ચાંદીના છતર તથા સોનુ તેમજ ચાંદીના ઢાળીયા સહિત કુલ રૂા.2,16,954નો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો છે. ઝડપાયેલ આરોપીમાં સાગર ઉર્ફે લાલો, કમલેશભાઇ ગોહેલ રહે.હાલ રાજકોટ તથા ભીખુ ઉર્ફે વિજય રામજી કટારીયા હાલ રહે.રાજકોટ તેમજ રોહીત અમરસિંહ ગોકળીયા મુળ રહેવાસી કાળેલા ગામ તા.મહુવા હાલ રહે.રાજકોટ વાળાને ઝડપી લેવામાં આવ્યા છે. જૂનાગઢ ક્રાઇમ બ્રાંચને મળેલી હકીકતના આધારે જૂનાગઢથી બીલખા રોડ પર પ્લાસવા ગામના પાટીયા પાસે ચેકિંગ દરમિયાન 3 ઇસમો નંબર પ્લેટ વગરની બાઇકમાં જતા હતા ત્યારે તેને રોકવાન પ્રયાસ કર્યો હતો. ત્યારે ત્રણેય ઇસમોએ બાઇક નહીં રોકતા તેની પાછળ દોડીને ફીલ્મી ઢબે પીછો કરીને પકડી પાડેલ હતા અને તેની તલાશી લેતા સોના-ચાંદીના દાગીના શકપડતી મિલ્કત તરીકે મુદ્દામાલ મળી આવતા ત્રણેય ઇસમોને ઝડપી પાડ્યા હતા. જેની વધુ પુછપરછ કરતા ગુજરાત રાજ્યના આંતર જિલ્લામાં અનેક મંદિરોમાં ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. ઝડપાયેલ ત્રણ આરોપીએ કુલ સાત તથા અન્ય કબુલાત કુલ 48 સહિત કુલ 55 ગુનાનો ભેદ ક્રાઇમ બ્રાંચનો ઉકેલવામાં સફળતા મળી હતી. જેમાં જૂનાગઢ જિલ્લાના મેંદરડા, કેશોદ અને વિસાવદર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુના સાથે અમરેલીના ધારીમાં બે તેમજ દાહોદ જિલ્લાના પીપલોજ તેમજ રાજકોટ તાલુકા પોલીસમાં નોંધાયેલ ગુનાના સાત અનડીટેક ગુના શોધી કાઢવામાં આવ્યા હતા.
મંદિરોમાં ચોરી કરવામાં આરોપીઓની મોડસ ઓપરેન્ડી
જૂનાગઢ ક્રાઇમ બ્રાંચે આંતર જિલ્લામાં મંદિર ચોરીને અંજામ આપનાર 3 શખ્સો કોઇ પણ જિલ્લા તથા તાલુકા કક્ષાએ મોટરસાયકલમાં જઇને મંદિર તેમજ મકાનની રેકી કરી અને ચોરીના ટાર્ગેટ કરેલ જગ્યા પરથી એક બીજાના ફોનમાં મંદિર મકાનનું લોકેશન શેર કરીને રાત્રી અથવા દિવસ દરમિયાન કોઇ પણ સમયે ચોરીને અંજામ આપતા હતા. તેમજ ચોરી કરેલ મુદ્દામાલ ભેગો કરીને તેઓ પાસે રહેલ ધાતુ વગાડવાના સાધનો વડે જાતે જ સોનુ તથા ચાંદિના દાગીનાને ઓગાળી ઢાળીયા બનાવીને અલગ-અલગ શહેર તથા ગામોમાં વહેંચી નાખી રોકડા રૂપિયાનો ભાગ પાડી પોતાના મોજ શોખમાં વાપરી નાખતા હતા.