અગાઉ પકડાયેલા સાત આરોપી છ દિવસના રિમાન્ડ પર : ધરપકડનો આંક દસ સુધી પહોંચ્યો
ગેંગવોરમાં મુખ્ય સૂત્રધાર મરઘો હજુ પણ પોલીસ પકડથી દૂર
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં ત્રણ દિવસ પૂર્વે મોડી રાત્રે મંગળા મેઈન રોડ ઉપર ગેંગવોરમાં થયેલ અંધાધૂંધ ફાયરિંગ પ્રકરણમાં પોલીસે મરઘાં ગેંગના વધુ ત્રણ સાગરીતોને પકડી લઇ કાયદાનું ભાન કરાવ્યું છે પોલીસ ત્રણેય આરોપીઓને દોરડે બાંધી ઘટનાસ્થળે લઇ ગઈ હતી અને રી-ક્ધસ્ટ્રક્શન કરાવ્યું હતું જેમાં લંગડાતા પગે ચાલીને હાથ જોડી ત્રિપુટીએ માફી માંગી હતી જયારે ગઈકાલે પકડાયેલા સાત આરોપીઓના કોર્ટે 6 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે અત્યાર સુધી પકડાયેલા આરોપીઓની સંખ્યા વધીને દસ સુધી પહોંચી ગઈ છે જયારે સૂત્રધાર મરઘો હજુ પણ પોલીસ પકડથી દૂર છે.
- Advertisement -
જાન્યુઆરી મહિનાથી પેંડા અને મરઘા ગેંગ વચ્ચે શરુ થયેલી વોરમાં ત્રણ દિવસ પૂર્વે ફરી બંને ગેંગ મંગળા મેઈન રોડ ઉપર સામસામે આવી ગઈ હતી અને અંધાધૂંધ ફાયરિંગ કરતા ચકચાર મચી ગઈ હતી બંને પક્ષે ભડાકા થયા હોવાથી એકપણ ફરિયાદ નહીં નોંધાતા એ ડિવિઝન પોલીસે સરકાર પક્ષે ફરિયાદી બની 11 સામે હત્યાની કોશિશ, રાયોટીંગ, આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ એસઓજીને સોંપવામાં આવી હતી.
દરમિયાન ગઈકાલે સાત આરોપીઓની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 6 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે આ ગુનામાં સંડોવાયેલા અન્ય આરોપીઓને શોધવા જુદી જુદી દિશામાં તપાસ હાથ ધરી હતી દરમિયાન એસઓજી પીઆઇ એસ એમ જાડેજા અને ટીમે મરઘાં ગેંગના ત્રણ સાગરીતો અબ્દુલ ઉર્ફે દુલિયો ભીખુભાઇ હુસેનભાઇ ધાડા, સોયબ ઉર્ફે સોહીલ ઉસ્માનભાઈ દીવાન અને અમન ઉર્ફે મુરઘો અલ્તાફભાઈ પીપરવાડીયાની ધરપકડ કરી કાયદાનું ભાન કરાવ્યું હતું જયારે સૂત્રધાર સમીર ઉર્ફે મરઘો હજુ પણ પોલીસ પકડથી દૂર છે પકડાયેલી ત્રિપુટીને આજે દોરડે બાંધીને પોલીસ ઘટનાસ્થળે લઇ ગઈ હતી અને સમગ્ર ઘટના અંગે રી-ક્ધસ્ટ્રક્શન કરાવ્યું હતું મરઘાં ગેંગના ત્રણેય સાગરીતોએ લંગડાતા પગે ચાલીને બે હાથ જોડી માફી માંગી હતી ગઈકાલે સાત અને આજે વધુ ત્રણ આરોપી પકડાતા ધરપકડનો આંક વધીને દસ સુધી પહોંચી ગયો છે.



