– ભારત-શ્રીલંકા વચ્ચેનો મેચ બપોરે 1.30 કલાકે શરૂ થશે
ભારત અને શ્રીલંકા વચ્ચે T20 સીરીઝ રમાઈ ગઈ છે અને તેમા ટીમ ઈન્ડિયાનો 2-1થી વિજય થયો હતો. આજથી ભારત અને શ્રીલંકા વચ્ચે વનડે સીરીઝનો આગાઝ થશે અને આ સાથે જ ભારત આગામી વનડે વર્લ્ડકપની તૈયારી પણ શરુ કરશે. આજનો પ્રથમ વનડે ગુવાહાટીમાં રમાશે. આ વનડે મેચ બપોરે 1.30 કલાકે શરુ થશે. રોહિત, વિરાટ અને કેએલ કરશે વાપસી.
- Advertisement -
સિનિયર પ્લેયરની વાપસીથી ટીમ મજબુત બનશે
ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણી આજથી શરૂ થઈ રહી છે. આ સીરીઝનો પ્રથમ વનડે મેચ ગુવાહાટીના બાલાસપારા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. આ મેચ બપોરે 1.30 કલાકે શરૂ થશે. આ સીરીઝમાં કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી અને કેએલ રાહુલની વાપસી થઈ છે. સિનિયર્સની વાપસીથી ટીમ મજબૂત બની ગઈ પરંતુ સાથે જ પ્લેઈંગ-11ની પસંદગી કરવામાં પણ મોટી સમસ્યા ઉભી થશે. ભારતની છેલ્લી વનડેમાં બેવડી સદી ફટકારનાર ઈશાન કિશનને પહેલા વનડેમાં બહાર બેસવું પડશે તેવી શક્યતા છે. ટીમ ઈન્ડિયા બેટિંગ અને બોલિંગમાં સારું સંતુલન ધરાવે છે, પરંતુ તેમ છતાં તેને છેલ્લી વનડે શ્રેણીમાં બાંગ્લાદેશના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. આવી સ્થિતિમાં કોચ રાહુલ દ્રવિડ અને સુકાની રોહિત શર્મા આ વખતે કોઈપણ પ્રકારની ઢીલાશ લેવાનું પસંદ કરશે નહીં.
બંને ટીમોની સંભવીત પ્લેઈંગ-11
- Advertisement -
ટીમ ઈન્ડિયાઃ રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ, શ્રેયસ ઐયર, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, યુઝવેન્દ્ર ચહલ, મોહમ્મદ શમી, ઉમરાન મલિક, અર્શદીપ સિંહ.
શ્રીલંકા: દાસુન શનાકા (કેપ્ટન), કુસલ મેન્ડિસ, ચરિથ અસલંકા, વાનિન્દુ હસરાંગા, અવિષ્કા ફર્નાન્ડો, ચમિકા કરુણારત્ને, દિલશાન મદુશંકા, પથુમ નિસાંકા, કસુન રાજીથા, ધનંજય ડી’સિલ્વા, મહિષ તિક્ષાના.