ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢમાં બહાઉદ્દીન કોલેજ ખાતે ત્રિ દિવસીય મિલેટ મહોત્સવનો મેય ગીતાબેન પરમારની અધ્યક્ષતામાં પ્રારંભ થયો હતો અને જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુંમરે રીબીન કાપીને પ્રજાજનો માટે મિલેટ એક્સપોને ખુલ્લો મુક્યો હતો. આ પ્રસંગે મહાનુભાવોએ કહ્યું હતું કે મેંદાથી બનતા ફાસ્ટ ફૂડ બિન આરોગ્યપ્રદ ખોરાક લેવાથી લોકોનું આરોગ્ય જોખમાયું છે. ડાયાબિટીસ, મેદસ્વિતા વગેરે રોગોનું પ્રમાણ વધ્યું છે. ત્યારે પ્રધાનમંત્રીએ લોકોનું આરોગ્ય જળવાઈ તે માટે મિલેટ્સ માટે અભૂતપૂર્વ પહેલ કરી છે. ત્યારે અહીં મીલેટ એક્સપોના જુદાજુદા સ્ટોલ્સના માધ્યમથી મીલેટ્સની વાનગીઓ સહિતની જાણકારી મેળવી. તેને રોજિંદા જીવનમાં પણ અપનાવવા માટે અનુરોધ કરતા તેમણે જૂનાગઢના લોકોને આ મિલેટ એક્સપોનો લાભ લેવા પણ અનુભવ કર્યો હતો.કાર્યક્રમના પ્રારંભ પૂર્વે મહાનુભાવોએ જુદા જુદા સ્ટોલ્સની મુલાકાત કરી હતી. ઉપરાંત લાઈવ ફૂડ કોર્ટની પણ મુલાકાત કરી હતી.આ સાથે રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાયો હતો.