પાજોદ પાસે મોડી રાત્રે ઇકો કારે બાઈકને હડફેટે લીધું
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.14
- Advertisement -
જૂનાગઢ જિલ્લાના બાંટવા નજીક પાજોદ ગામ પાસે ગત મોડી રાત્રે ઇકો કારે બાઈકને પાછળથી ઠોકર મારી હડફેટે લેતા ત્રણ યુવાનો કમકમાટી ભર્યા મોત થતા પરીવારમાં ગમગીની સાથે અને માણાવદર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.
અકસ્માતમાં જાણવા મળતી વિગત મુજબ ગૌવ સેવા કરતા ત્રણ યુવાનોમાં રામ પરેશભાઈ ઉ.28 રહે.બાંટવા, ભરત નાગાભાઈ મોરી રહે.બાંટવા અને હરદાસ ઓડેદરા રહે.માણાવદર વાળા ત્રણેય મિત્રો છે અને ગાયોની સેવા કરે છે.ત્યારે ગત રાત્રીના બાંટવા નજીક પાજોદ પાસે ત્રણેય યુવાનો પોતાની બાઈક જીજે 11 સીએમ 9252 નંબરની બાઈક લઈને જતા હતા ત્યારે અચાનક પાછળથી આવતી ઇકો કાર જીજે 11 સીએચ 3179 નંબરની કારે ઠોકર મારતા બાઈક રોડ સાઈડથી ઉતરી ગઈ હતી અને બાઈકમાં સવાર ત્રણ યુવાનોના આ ગમખ્વાર અકસ્માતમાં મૃત્યુ નિપજતા પરિવાર પર આભ તૂટી પડયું હતું આ અકસ્માત બનાવની જાણ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે પોચી સમગ્ર અકસ્માત મામલે જીણવટ ભરી તપાસ શરૂ કરી હતી અને પરિવારના નિવેદન લઈને ઇકો કાર ચાલાક સામે કાર્યવાહી હાથધરી હતી.