આરપીએફની ટીમે બાતમી આધારે ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો
ગટરમાં સંતાડેલો 1.70 લાખનો વીજ વાયર કબજે કર્યો
રાજકોટ ડિવિઝનના RPF સ્ટાફે હાપા યાર્ડમાંથી રેલવે ઈલેક્ટ્રીક લાઈનના OIHE વાયરની ચોરી કરનાર આરોપીની ધરપકડ કરી છે થોડા દિવસો પહેલા હાપા રેલ્વે સ્ટેશન યાર્ડની શન્ટીંગ લાઇનમાં 364.2 મીટર OHE (ઓવર હેડ ઇ ક્વિપમેન્ટ) કેટેનરી અને 283.2 કિલો વજનના સંપર્ક વાયરની ચોરી થઇ હતી જેની કિંમત રૂ. 1.70 લાખ હતી બનાવની ગંભીરતા લઈ રાજકોટના ડિવિઝનલ સિક્યુરિટી કમિશનર કમલેશ્ર્વર સિંઘના માર્ગદર્શન હેઠળ વિશેષ ટીમની રચના કરવામાં આવી હતી જેમાં આઈપીએફ હિર પ્રકાશ વર્મા સહીતનાને જવાબદારી સોંપવામાં આવી હતી.
RPF સ્ટાફે રેકી કરી હાપા રેલ્વે કોલોનીમાં 1ઘઠ ઓફ્સિની પાછળ આવેલા ગટરમાં રેલવેના છુપાયેલા કોપર કોન્ટેક્ટ્સ અને કેટેનરી વાયર શોધી કાઢ્યા હતા અને એક આરોપીની ધરપકડ કરી સઘન પૂછપરછ બાદ વધુ બે આરોપીઓ શોધી કાઢવામાં આવ્યા હતા પૂછપરછ કરતા ત્રણેય શખ્સોએ કબુલાત આપી હતી કે રાત્રે હાપા રેલ્વે યાર્ડમાંથી રેલ્વેના ઘઈંઈંઊ વિભાગના વીજ પ્રવાહ કટર વડે કાપી વાયરની ચોરી કરી હતી તેણે ભંગારમાં વેચવાના ઈરાદા સાથે રેલ્વે કોલોની સ્થિત ગટરમાં સામગ્રી છુપાવી હોવાનું પણ કબૂલ્યું હતું. આરોપી પાસેથી 174 કિલો વજનના 102 નંગ કેટેનરી વાયરના 05 બંડલ અને 108 કિલો વજનના 06 કેટેનરી વાયર અને 1 વાદળી રંગની તાર સહીત 1.70 લાખની રેલવે સંપત્તિ જપ્ત કરી હતી.