રાજકોટના સોની બજારના વધુ એક વેપારી સાથે ઠગાઇ
ફોન બંધ કરી ઘર વેચી નાસી જતાં નોંધાઈ ફરિયાદ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
સોની બજારના વધુ એક વેપારી છેતરપિંડીનો ભોગ બન્યા છે કલકતા અને બંગાળના ત્રણ કારીગરો વેપારીનું 90 લાખનું 1100 ગ્રામ સોનું લઇને ફોન બંધ કરી, ઘર વેચી રાતોરાત ફરાર થઇ જતાં એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. રાજકોટના વર્ધમાનનગરમાં રહેતા અને કોઠારિયા નાકા નજીક દશા શ્રીમાળીની પાછળ રાણપરા ક્રિએશન નામે સોનાના દાગીના બનાવવાનું કામ કરતાં પ્રસન્નભાઇ રમણીકલાલ રાણપરા ઉ.54એ તેમને ત્યાં દાગીના બનાવવાનું કામ કરતાં બંગાળના તપસ હરીપાડા દાસ, રાજીબ સપન બેરા અને સોવીક ઉર્ફે સુબો કાશીનાથ મંડેલ સામે એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમને ત્યાં તપસ પોણા બે વર્ષથી કામ કરતો હતો, તેની સાથે રાજીબ અને સોવિક તથા અન્ય આઠ માણસો કામ કરતાં હતા, દાગીના બનાવવાનું તમામ કામ તપસની નજર હેઠ થતું હતું ગત તા.11 જાન્યુઆરીના તપસને 400 ગ્રામ સોનાના 22 કેરેટના ત્રણ લાંબા સેટ, બે ચોક સહિત કુલ રૂ.31.10 લાખના દાગીના આપ્યા હતા તેમજ અગાઉના 550 ગ્રામ સોનું મળી કુલ 1100 ગ્રામ સોનું લેવાનું હતું. તા.12ના તપસ દુકાને નહીં આવતાં પ્રસન્નભાઇએ રામનાથપરામાં તપસ જે મકાનમાં રહેતો હતો તે મકાને તપાસ કરાવતા તપસ ચાર દિવસ પહેલાં તે મકાન વેચીને તેના બે સાથીદાર સાથે નાસી ગયાનું ખુલ્યું હતું.