હોટલમાં લઇ જઈ પરાણે શરીર સંબંધ બાંધી વિડીયો આધારે બ્લેકમેઇલ કરી 40 લાખ માંગ્યા હતા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટના બસપોર્ટ પાછળ હોટલ એલેક્ષામાં લઇ જઈ એક નિવૃત્ત શિક્ષકને હનીટ્રેપમાં ફસાવી તેમની પાસેથી 40 લાખ રૂપિયાની ખંડણી પડાવવાની ઘટના પોલીસ ચોપડે નોંધાતા પોલીસ એક્શનમાં આવી ગઈ હતી નિવૃત શિક્ષકને જમીન બતાવવાનાં બહાને રાજકોટ બોલાવી તેને હોટલમાં લઇ જઇ બળજબરીથી શરીર સંબંધ બંધાવ્યો હતો અને તેના ફોટા-વિડીયો ઉતારી બ્લેકમેલ કરવાનું શરૂ કરી 40 લાખની માંગ કરી હતી જો કે ત્યાર બાદ 12 લાખ આપવાનું નક્કી થતા શિક્ષકે રકમ છઝૠજ દ્વારા ટ્રાન્સફર કરી દીધી હતી તે પછી પણ વધારે રૂપિયાની માંગ કરતા મામલો પોલીસમાં પહોંચ્યો હતો અને ક્રાઇમ બ્રાન્ચે ગણતરીની કલાકોમાં જ બે મહિલા સહિત 3 આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બોટાદના નિવૃત શિક્ષક બટુકભાઈ માનસંગભાઈ પટેલ ઉ.59એ ગાંધીનગરની પાયલ ભાવીન પટેલ અને તેની સાથેની બે અજાણી મહિલા સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી પાયલ પટેલે શિક્ષકને ફોન કરીને રાજકોટ પાસે ખેતીની ખૂબ જ સારી જમીન વેચવા માટે આવી છે અને જો તેઓ જોવા માંગતા હોય તો રાજકોટ આવી શકે છે તેમ કહી રાજકોટ બોલાવી એલેક્સા હોટેલમાં લઇ ગયા હતા પાયલ માલિકને બોલાવીને આવે તેમ કહી રૂમની બહાર નીકળી ગઈ હતી. પાયલના ગયા બાદ રૂમમાં હાજર અન્ય એક મહિલાએ અચાનક પોતાના કપડાં ઉતારવાનું શરૂ કરી દીધું હતું. દરમિયાન બીજી એક મહિલા પણ રૂમમાં પ્રવેશી હતી અને શરીર સંબંધ બાંધવા માટે દબાણ કર્યું હતું જ્યારે વિરોધ કર્યો, ત્યારે મહિલાઓએ પોતાનું અસલી સ્વરૂપ ધારણ કર્યું હતું. તેમણે શિક્ષકને ધમકી આપી હતી કે જો તે તેમની વાત નહીં માને તો તેમને પોક્સો અને બળાત્કારના ખોટા કેસમાં ફસાવી દેવામાં આવશે. આ ગેંગે પરાણે શારીરિક સંબંધ બંધાવીને તેના ફોટા અને વીડિયો ઉતારી લીધા હતા આ વીડિયો આધારે આરોપીઓએ શિક્ષકને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું શરૂઆતમાં 40,00,000ની માંગણી કરી હતી આજીજી બાદ અંતે 12,00,000માં સોદો નક્કી થયો હતો અને 12,00,000 ટ્રાન્સફર કર્યા હતા તે પછી પણ વધુ પૈસાની માંગણી કરતા અંતે ફરિયાદ નોંધાવી હતી દરમિયાન ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ એમ આર ગોંડલીયા અને ટીમે તપાસ હાથ ધરી ઉપરોક્ત ગુનામાં સંડોવાયેલ પડધરીના નિલેશ મૈયાભાઈ ઝુંઝા, ગાંધીનગરની પાયલ ભાવિનભાઈ પટેલ અને રાજકોટની તેજલ દીપકભાઈ ટિંડાણીની ધરપકડ કરી છે પકડાયેલી બંને યુવતી એક એક ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકી છે.



