જમ્મૂ કાશ્મીરના શોપિયામાં વાહનમાં બ્લાસ્ટ
- Advertisement -
જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં એક ખાનગી વાહનમાં વિસ્ફોટ થયો છે. આ દરમિયાન સેનાના 3 જવાન ઘાયલ થયા હતા. તેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટના શોપિયાં જિલ્લાના સેદોની છે. અહેવાલો અનુસાર, જે વાહનમાં વિસ્ફોટ થયો હતો તે વાહન ભાડે લેવામાં આવ્યું હતું.
વિસ્ફોટના ત્રણ કારણો પર કરાઇ રહી છે તપાસ
આ બ્લાસ્ટ કેવી રીતે થયો તેની તપાસ હજુ ચાલી રહી છે. સુરક્ષા એજન્સીઓને આશંકા છે કે, વાહનની અંદર પહેલાથી જ IED ફીટ કરવામાં આવ્યા હતાં. જો કે, ગ્રેનેડ બ્લાસ્ટની પણ વાત છે.કાશ્મીરના IGP વિજય કુમારના જણાવ્યા અનુસાર, આ બ્લાસ્ટ કાં તો ગ્રેનેડ હુમલાને કારણે થયો હતો અથવા તો કારની અંદર પહેલાથી જ IED રાખવામાં આવ્યો હતો. સાથે જ તેમણે કહ્યું કે એવું પણ બની શકે છે કે કારની બેટરી સાથે છેડછાડ કરવામાં આવી હોય. હાલ તપાસ ચાલી રહી છે.
- Advertisement -
J&K | A blast took place inside a private hired vehicle at Sedow, Shopian. 3 soldiers injured & shifted to hospital. Nature & source (blast due to grenade or already planted IED inside vehicle or malfunctioning of battery) of blast being investigated & will be shared: IGP Kashmir pic.twitter.com/byzJRClzzI
— ANI (@ANI) June 2, 2022
જમ્મુ-કાશ્મીરમાં હિંદુઓને નિશાન બનાવવામાં આવી રહ્યાં છે
ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક દિવસોથી જમ્મુ-કાશ્મીરમાં હિંદુઓ, ખાસ કરીને કાશ્મીરી પંડિતોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. કાશ્મીર ઘાટીમાં મંગળવારે એક હિન્દુ શિક્ષકની હત્યા કરવામાં આવી હતી.