આરોપીઓ ઉપર ગુજસીટોક પણ દાખલ છે: મોરબી પોલીસ હત્યા સહિતના કેસો બાબતે કરશે પૂછતાછ
ખાસ-ખબર ન્યૂઝ મોરબી
મોરબીના ચકચારી એવા મમુદાઢી હત્યા કેસ અને ગુજસીટોકના મુખ્ય સૂત્રધાર સહિતના ત્રણ આરોપીઓએ વર્ષો સુધી ફરાર રહ્યા બાદ આત્મસમર્પણ કર્યું હતું. હવે આ આરોપીઓના કોર્ટે 15 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.
- Advertisement -
વર્ષ 2021મા શનાળા બાયપાસ રોડ પાસે મમુદાઢીની તા 8/9/21ના રોજ હત્યા કરવામાં આવી હતી. ત્યાર બાદ તે ગુનામાં 30/9/21ના રોજ આરીફ મીર અને તેની ગેંગના 18 શખ્સ સામે ગુજસીટોકનો ઉમેરો કરવામાં આવ્યો હતો. સોમવાર તા 25ના રોજ રાજકોટમાં આવેલી ગુજસીટોકની કોર્ટમાં આરીફ મીર, મકસુદભાઇ ગફુરભાઇ સમા અને કાદર ઉર્ફે બચ્ચન ગનીભાઇ મતવાએ સરેન્ડર કર્યું હતું. કોર્ટે આ આરોપીઓના 15 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. હવે મોરબી પોલીસ આ આરોપીઓની રિમાન્ડ દરમિયાન પૂછપરછ કરશે.