ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.7
મેંદરડા રામનવમીની ભવ્ય ઉજવણી કરવામાં હતી જેમાં પ્રભુ શ્રીરામ જન્મોત્સવ પ્રસંગે રામનવમીની ભવ્ય શોભાયાત્રા યોજાવમાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં રામભક્તો અને ભાવિકો જોડાયા હતા.
મેંદરડા પટેલ સમાજથી શોભાયાત્રા નીકળી હતી જે મુખ્ય માર્ગો ઉપર ફરી સ્વામિનારાયણ મંદિર ખાતે પૂર્ણ થયું હતું આ શોભાયાત્રામાં શ્રીરામ ભગવાનના જીવન વિષે વિવિધ ફ્લોટ સાથે સમગ્ર શહેર ભગવા રંગે રંગાયું હતું અને ડીજેના તાલે લોકો શોભાયાત્રામાં જય શ્રીરામ નાદ સાથે જોડાયા હતા તેમજ શોભાયાત્રાના માર્ગો પર ઠેર ઠેર ઠંડા શરબત તેમજ રસ ચેવડો, છાસ સોડા જેવી વસ્તુઓ લોકોને પ્રસાદી રૂપે આપી હતી આ તકે જૂનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા અને ભવ્ય શોભાયાત્રા શાંતિ પૂર્ણ રીતે સંપન્ન થઇ હતી.
મેંદરડામાં પ્રભુ શ્રીરામ જન્મોત્સવની ભવ્ય ઉજવણી પ્રસંગે ભવ્ય શોભાયાત્રામાં હજારો ભક્તો જોડાયા
