WHOમાં પાકિસ્તાનને લઈને ભારતનો આકરો જવાબ
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)ના મંચ પરથી ભારતે પાકિસ્તાનને આતંકવાદ અને ખોટા પ્રચારના મુદ્દે આકરો જવાબ આપ્યો. ભારતીય રાજદૂત અનુપમા સિંહે પાકિસ્તાન પર સીધા પ્રહાર કરતા કહ્યું કે, ’પાકિસ્તાન આજે પણ જેહાદી આતંકવાદનું કેન્દ્ર બનેલું છે. પાકિસ્તાન આતંકવાદને પોષે છે, પાકિસ્તાન આતંકવાદને જન્મ આપે છે, તે પીડિત હોવાનો ડોળ કરી શકે નહીં. આતંકવાદી હુમલાઓના પ્રાયોજકો અને આયોજકો સીધા પાકિસ્તાની ધરતીથી કામ કરે છે.’ ભારતીય પ્રતિનિધિએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે, પાકિસ્તાન વારંવાર સિંધુ જળ સંધિને લઈને ખોટો પ્રચાર કરી રહ્યું છે. પાકિસ્તાન સિંધુ જળ સંધિ પર જુઠ ફેલાવે છે, જ્યારે ભારત સંધિનું સંપૂર્ણ રીતે પાલન કરી રહ્યું છે. જણાવી દઈએ કે, 22 એપ્રિલે પહલગામ આતંકવાદી હુમલો થયો હતો, ત્યારબાદ ભારતે ઓપરેશન સિંદૂર દ્વારા તેને બદલો લીધો, ભારતે પાકિસ્તાન અને પીઓકેમાં 9 આતંકવાદી ઠેકાણાઓ પર હુમલા કર્યા, જેમાં જૈશ-એ-મોહમ્મદનું હેડક્વાર્ટર પણ સામેલ છે.