હાલ રૂા.147 કમાતા લોકો અત્યંત ગરીબ ગણાય છે
ખાસ-ખબર સંવાદદાતા
વિશ્વ બેન્કે અત્યંત ગરીબી વ્યક્તિ (બીપીએલ) વ્યક્તિની વ્યાખ્યામાં ફેરફાર કર્યો છે, હવે દરરોજ 2.15 ડોલર અર્થાત 167 રૂપિયા કમાનાર વ્યક્તિ અત્યંત ગરીબ ગણાશે, જયારે હાલના સમયે 1.90 ડોલર એટલે કે 147 રૂપિયા કમાનાર અત્યંત ગરીબ માનવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે ભીખારી પણ રોજના 167 રૂપિયાથી વધુ ભીખ રળતો હોય છે!
ખેર, વિશ્વ બેન્ક સમયાંતરે મોંઘવારી, જીવન ગુજારવાના ખર્ચમાં વૃદ્ધિ સહિત અનેક ધોરણોના આધારે અત્યંત ગરીબી રેખાના ધોરણોમાં ફેરફાર કરતું રહે છે. નવા ધોરણો આ વર્ષના અંતમાં લાગુ પડી શકે છે.
- Advertisement -
70 કરોડથી વધુ વધી શકે છે સંખ્યા: વર્ષ 2017ની કિંમતોનો ઉપયોગ કરીને નવી વૈશ્વિક ગરીબી રેખા 2.15 ડોલર પર નિર્ધારિત કરવામાં આવી છે. 2017ના વૈશ્વિક સ્તર પર માત્ર 70 કરોડ લોકો આ સ્થિતિમાં હતા, હવે આ સંખ્યા વધી શકે છે.
ભારતમાં ઘટી રહી છે
ભારતમાં બીપીએલની સ્થિતિમાં 2011ની તુલનામાં વર્ષ 2019માં 12.3 ટકા કમી આવી છે. ગ્રામીણ ક્ષેત્રોમાં તુલનાત્મક રીતે ઝડપથી ઘટાડાની સાથે સાથે અત્યંત ગરીબોની સંખ્યા વર્ષ 2019માં અડધી ઘટીને 10.2 ટકા થઈ ગઈ.